Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વિધાનસભા શોક દર્શક ઠરાવમાં બ્રિજેશ મેરજા દ્વારા આગેવાનોના સંસ્મરણો વાગોળ્યા

મોરબી તા.૨૦: ગુજરાત વિધાનસભામાં શોક દર્શક ઠરાવમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાગ લીધો હતો અને ગૃહના પૂર્વ સભ્યો કેન્દ્રના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉત્તમભાઇ પટેલ, પૂર્વ રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રીશ્રી અનિલભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યોશ્રી બાબુભાઇ પટેલ (માણસા) શ્રી શંકરલાલ ગુરૂ (ઊંઝા), શ્રી વિક્રમભાઇ પટેલ (ચાણસ્મા) અને માંડવી (કચ્છ)ના પૂર્વ ધારાસભ્યશ્રી જયકુમાર સંઘવીને વિશિષ્ટ શૈલીમાં અંજલિ આપી હતી. આ મહાનુભાવો સાથે પોતાના સ્મરણોને વાગોળીને સંવેદના વ્યકત કરી હતી. આમ વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે એક જાગૃત અને અભ્યાસુ ધારાસભ્ય તરીકેની પોતાની કામગીરીનો ગૃહમાં પડઘો પાડ્યો હતો.

બ્રિજેશભાઇ મેરજાએ જુદા જુદા વિસ્તારના તત્કાલિન ધારાસભ્યો સ્વ.શ્રી ઉત્તમભાઇ પટેલ, સ્વ.શ્રી અનિલભાઇ પટેલ, સ્વ.શ્રી બાબુભાઇ પટેલ, સ્વ.શ્રી શંકરલાલ પટેલ, સ્વ.શ્રી વિક્રમભાઇ પટેલ અને સ્વ.શ્રી જયકુમાર સંઘવી. માનનીય અધ્યક્ષશ્રી, જન્મ, જરા અને મૃત્યુએ કુદરતી કમ છે, ભલે માણસ મરણને રોકી શકતો નથી પણ એવા કર્મો કરે કે જે સદાય લોકસ્મરણમાં જળવાઇ રહે. સદ્ નસીબે અહીં આપણે જેને અંજલી આપવા માટે ઉભા થયા છીએ એને આવી લોકસેવાની ભારે મોટી પૂંજી ઉભી કરી છે અને એ કાયમ લોક હૃદયમાં પ્રકાશ પુંજ તરીકે સ્મરણીય બની રહેશે. આદરણીય સ્વ.શ્રી ઉત્તમભાઇ પટેલ નામ મુજબ જ સર્વોત્તમ સેવાના ભેખધારી હતા.

સ્વ.શ્રી વિક્રમભાઇ અહીં નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇએ સાચું જ કહ્યું કે, એ કડવા પાટીદારગ સમાજના ભિષ્મ પિતામહ હતા. પોતે દેહદાતા હતા અને યુવાન કાળમાં જ એમના ગામની સહકારી મંડળી, ચાણસ્માના નગર પંચાયતના પ્રમુખ અને એ પોતે પંચામૃત સમુ જીવન જીવી ગયા. ૧૯૭૫ થી ૧૯૮૦એ આ વિધાનસભામાં કિમલોપ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા અને વલ્લભભાઇ પટેલના પી.એ.તરીકે એમની સાથે કામગીરી કરવાનો મોકો મળ્યો હતો.

પરેશભાઇએ કહ્યું કે ઉત્તમભાઇ લાલ ટોપીવાળા હતા, તો આ વિક્રમકાકા પણ ખાદીધારી ટોપીના પ્રણેતા હતા. કાકા કાલેલકરે કહ્યું છે કે, શાણુ માણસ લાભત નહીં, અનિલભાઇ ગણપતનગર યુનિવર્સિટીના વિશ્વકર્મા તરીકે, મને એમની સાથે ચારેક મહિના પહેલાં એક સામાજિક પ્રસંગે મેળવાનું થયેલું ત્યારે એમના મનમાં સમાજ માટેનું જે રટણ હતું અને યુવાનોને કઇ રીતે આગળ લઇ જવાની એમના મનમાં પરિકલ્પના હતી એની આજે મને સ્મૃતિ  થાય છે.

શ્રી જયકુમાર સંઘવી માંડવીથી આવતા હતા, માંડવી નામ આવે એટલે સ્વાભાવિક રીતે ક્રાંતિ યાદ આવે. સ્વ. શ્રી જયકુમાર સંઘવી યુવાનીમાં ક્રાતિને વરેલા એક યંગટર્ક હતા. નાના માણસ સાથે કેવો ઘરોબો કેળવાય એનું દ્રષ્ટાંતરૂપ હતા. હું ભૂલતો ન હોઉ તો ૮૦ થી ૮૫ સુધી વિધાનસભામાં એ કોંગ્રેસ પક્ષના સભ્ય હતા.

તદ્ ઉપરાંત સ્વ.શ્રી બાબુભાઇ પટેલએ બહુ વયોવૃધ્ધ હતા. કમનસીબે એમની સાથે કામ કરવાનો મને મોકો નથી મળ્યો. માનનીય અધ્યક્ષશ્રી આપશ્રી જયાંથી આવો છો એ ગાયકવાડી સ્ટેટની હકૂમત હેઠળના બૃહદ જૂના મહેસાણા જિલ્લાના ચાર સામાજિક આગેવાનોને જોગાનુજોગ આજે અંજલી આપવાનું બન્યું છે ત્યારે સ્વાભાવિક અનુકંપા થાય. આ આગેવાનો સાથે સમાજની એક રૂપરેખા સમાજને કેમને કેમ વધુ ઉપયોગી થવાય એવી ભાવના એમનામાં અમે દેખી હતી અને સાકાર કરી હતી.(૧.૩)

(12:21 pm IST)