Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નવલખી હાઇવે પર બેફામ દોડતા વાહનોના વિરોધમાં બાઇક-કાર રેલી

મોરબી તા. ૨૦ : મોરબીથી નવલખી રોડ પર ભારે વાહનો બેફામ દોડતા હોય છે અને ડમ્પર તેમજ ટ્રકના ચાલકોની બેફીકરાઇ અને અવળચંદાઈને પગલે ગ્રામજનોમાં હમેશા ભયનો માહોલ જોવા મળે છે આવા બેફિકરાઈથી વાહન ચલાવનારા સામે કાર્યવાહી માટે વારંવારની રજૂઆત છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ના હોય જેથી મોરબી અને માળિયા તાલુકાના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને પગલે તા. ૨૧ ને બુધવારના રોજ બાઈક-કાર રેલીનું આયોજન કરાયું છે.

જેમાં મોરબી અને માળિયા તાલુકાના ગામના સરપંચો તેમજ ગ્રામજનો બાઈક અને કાર રેલીમાં જોડાશે જે રેલી ત્રી મંદિરથી શરુ કરી કલેકટર કચેરી ખાતે પૂર્ણ થશે. અને કલેકટરને આવેદન પાઠવવામાં આવશે તેમ મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું છે.

(12:17 pm IST)