Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વસ્તડી 'સૌની' યોજના સાઇટ ઉપર ઉદય વાળાની હત્યા

નાણાની લેવડ-દેવડમાં જસદણના કોન્ટ્રાકટર - કાઠી દરબારની હત્યાથી અરેરાટીઃ હત્યા કરનારાની શોધખોળ

વઢવાણ : તસ્વીરમાં મૃતક યુવકનો મૃતદેહ તથા ફાઇલ ફોટો (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડીની 'સૌની યોજના'ના પેટા કોન્ટ્રાકટર - જસદણના યુવકની હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

નાણાની લેવડ - દેવડમાં આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ડેમ પર સૌની યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે ત્યારે અમુક સભ્યો વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવાનનું ધારીયાના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દેવાયું હતું.

વસ્તડી ગામે ડેમ પર સૌની યોજનાની સાઇટ પર અગાઉ પણ કોન્ટ્રાકટર સાથે નાણાની લેવડ - દેવડ બાબતે મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે જ સાઇટ પર યુવાનનું ઢીમ ઢાળી દેવાનો બનાવ બનતા ચકચાર ફેલાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ડેમ પર સૌની યોજનાનું કામ ચાલી રહ્યું છે આ સાઇટ પર સાંજે અમુક શખ્સો વચ્ચે થયેલી તકરારમાં કાઠી યુવાન ઉદયભાઇ માણસીભાઇ વાળાની ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જોરાવરનગર પીએસઆઇ એન.જે.જાડેજાનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.

મૃતકની લાશને પીએમ માટે વઢવાણ દવાખાને મોકલી આપી હતી. જ્યારે મૃતકના પરિવારજનો અને ડેમની સાઇટ પર લોકોના નિવેદન લઇને હત્યાના ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:40 am IST)