Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સોમનાથમાં શિવરાત્રી યાત્રાનું સમાપન

 પ્રભાસ પાટણઃ જુનાગઢ શિવરાત્રીનો મેળો કર્યા બાદ ભારતભરનાં અને અન્ય દેશનાં સાધુ સંતો સતાધાર, તુલશીશ્યામ, બીલખા સહિતનાં સોરઠનાં તિર્થોનાં દર્શન કરી તેઓની યાત્રાનાં અંતિમ ચરણોમાં વર્ષોથી પરંપરાગત રીતે સોમનાથ તિર્થખાતે મહાકાળીની પ્રાચીન જગ્યામાં તપસી બાપૂની ત્યાં શિવરાત્રી યાત્રાનું ભંડારા અને ભેટપૂજા આપી સમાપન કરવામાં આવેલ છે. ત્રિવેણી સંગમ પાસે સ્મશાન પાસે આવેલા મહાકાળી મંદિરનાં મહંત તપસીબાપૂનાં આશ્રમે વિશાળ-પ્રમાણમાં સાધુ સંતો આવતા જાણે મીની કુંભ જેવા દૃશ્યો સર્જાયા હતાં. અંદાજે રપ૦૦ જેટલા સંતો આ સ્થાનકે આવ્યા હતા. સૌથી વધુ આકર્ષણ ૧૪ કિલોનાં સોનાં પહેરેલ ગોલ્ડન બાબા ધ્યાન આકર્ષિત કરતા હતા જેને જોવા વેરાવળ-પાટણનાં લોકો દર્શન કરી આ સંતોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સોમનાથ દર્શન કરી પાવન ભૂમીની યાત્રા સાથે શિવરાત્રીની યાત્રા સંપન કરી હતી. અનેક સંતો અખાડાઓમાં શ્રી પંચ જુના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા, અન્ય સાત અખાડાનાં દિગમ્બર, જુના અખાડા અને જમાતના મહંતો, ગંગોત્રીજીનાં ઓમગીરી મહારાજ, ઝાસીના મોહનગીરી મહારાજ, સહિત સૌવ સંતોએ ભોજન પ્રસાદી અને ભેટપૂજા  સાથે વિદાય લીધેલ હતી. આ સંતોનાં વેરાવળ-પાટણ અને ગ્રામીણ વિસ્તારનાં લોકોએ આ સંતોના દર્શન કરેલ હતો તે તસ્વીરો. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:33 am IST)