Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જેતલસર નવા મહિલા સરપંચ સહિતની ટીમે સતા સંભાળી

  જેતલસર : જેતપુર તાલુકાના જેતલસર ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ સહિતની નવી ટીમ ચૂંટાઈ આવી છે. માજી સરપંચ દિનેશ ભુવાની હાજરીમાં નવા સરપંચ હંસાબેન ભીખુભાઈ ગુજરાતી સહિતની ટીમે ગ્રામ પંચાયતમાં સત્તા ગ્રહણ કરીને પોતપોતાની જવાબદારી સંભાળી લીધી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે જેતલસર ગામમાં ગ્રામ પંચાયત કક્ષાના કામોમાં રાજકારણ છોડીને લોકોના નિસ્વાર્થ ભાવે કામ કરવામાં આવે તેવી પ્રબુદ્ધ નાગરિકોમાં માંગ ઉઠી છે.

(12:48 pm IST)