Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સાંસદ રમેશભાઈ ધડુકએ ખાટલા બેઠક યોજીને વાડીએ દેશી ભોજન લીધું

ધોરાજી, તા.૨૦: પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકએ ધોરાજી ખાતે આગેવાનો સાથે બેઠક યોજી નવતર પ્રયોગ સાથે ખાટલા બેઠક યોજી દેશી વાડીનું શાક સાથે રોટલા નું ભોજન લઈને સમાજને નવી રાહ ચીંધી હતી.

યુવા અગ્રણી લાલજીભાઈ માવાણી (જમીન-મકાનના દલાલ) જમનાવડ રોડની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના સિદ્ઘાંત મુજબ ખાટલા બેઠક નો પ્રયોગ કર્યો હતો ખાટલા બેઠકમાં વિજયભાઈ અંટાળા કિશોરભાઈ રાઠોડ રાષ્ટ્રીય અગ્રણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા , બજરંગ ગ્રુપ ખાડીયા ના પ્રમુખ સી.સી. અંટાળા ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઈ સોની બિલ્ડર રાજુભાઈ હિરપરા ધોરાજી લાયન્સ કલબના અગ્રણી પિયુષભાઈ પટેલ પ્રકાશભાઈ શાહ ઉદ્યોગપતિ એડવોકેટ હર્ષ કિશોરભાઈ અંટાળા જીગ્નેશભાઈ ટીલાળા એડવોકેટ વિઠ્ઠલભાઈ હિરપરા ભાજપ કાર્યાલય મંત્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લાલજીભાઈ માવાણી એ સૌનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રમેશભાઈ ધડુક એ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ખાટલા બેઠક ઉપર ભાર મૂકયો છે જેના અનુસંધાને  જમનાવડ રોડ ખાતે આવેલ લાલજીભાઈ માવાણી ના આમંત્રણ ને માન આપી ખાટલા બેઠક કરવાનો મોકો મળ્યો છે અને ખાટલા બેઠક ના માધ્યમથી પ્રબુદ્ઘ નાગરિકો સાથે એક વિચાર આપલે કરવાનો પણ મોકો મળ્યો છે જે પ્રકારે વિકાસ કામો થયા છે તેની માહિતી આપી હતી અને લોકોને સૌથી વધુ ઝડપી અને લોકોના સરળતાથી કામ થતા હોય તો તે ભારતીય જનતા પાર્ટીની સરકાર માં થઈ રહ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી

આ પ્રસંગે આભારવિધિ લાલજીભાઈ માવાણી (જમીન-મકાનના દલાલ) તેમજ વિજયભાઈ અંટાળા એ કરી હતી ખાટલા બેઠક પૂર્ણ થયા બાદ તમામ લોકોએ દેશી વાડી નું શાક અને રોટલા ને ગુજરાતની સંસ્કૃતિ મુજબ લાભ લીધો હતો.

(12:44 pm IST)