Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ધ્રાંગધ્રામાં ૪I લાખની ચોરી

વઢવાણ તા. ૨૦ : ધ્રાંગધ્રા રહેતા ફરીયાદી જયેશભાઇ દલપતભાઇ પરમાર અનુ.જાતી ઉં.વ.૪૭ ધંધો વેપાર રહે.સર્વોદય સોસાયટી હરીપર રોડહાલ રહે.ચાંદખેડા પરીમલ સોસાયટી એ-૨૬ અમદાવાદએ ફરીયાદ નોંધાવેલ છે કે, સર્વોદય સોસાયટીમાં અજાણ્યા ઇસમો ફરીયાદીના ઘરના રસોડા સાઇડ નું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ લોખંડની તીજોરી તથા દીવાલમાં રહેલ કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીનાની કિં.રૂ. ૩,૬૦,૦૦૦ તથા રોકડ રૂપીયા ૫૦,૦૦૦ તથા ફીલીપ્સ કંપનીનુ ટીવી કિં.રૂ.૫,૦૦૦ જે મળી કુલ રૂપીયા ૪,૧૫,૦૦૦ની કોઇ ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. એમ.એમ.વ્યાસ કરે છે.

અકસ્માતમાં ઇજા

નાની મોલડીના ફરીયાદી વિનાભાઇ પાંચાભાઇ માલકીયા ત.કોળી ઉં.વ.૩૮ ધંધો ખેતી કામ રહે.ખેરાણા ગામ પાદરમાં વાડીએ તા.ચોટીલાએ ફરીયાદ નોંધાવેલ છે કે,  મોટી મોલડી થી ઝીંઝુડા જતા રોડ ઉપર હકુભાઇ સામાભાઇ લુંભાણીની વાડી પાસે આરોપી રમેશભાઇ પિતાંબરભાઇ મેટાળીયા રહે.પાંચવડા તા.ચોટીલા છોટા હાથી વાહન રજી. નં.GJ-13-AW-8103 ના ચાલક પોતાનુ વાહન પુર ઝડપે અને બેદરકારી ચલાવી ફરીયાદીના દીકરા સાહેદ રાહુલભાઇ ઉં.વ.૧૦ વાળા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે હડફેટે લઇ ઇજા કરી તથા જમણા પગની ઘુંટીમા તથા ઢીંચણ પાસે ઇજા કરી ગુનો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ. વી.કે.સોલંકી નાની મોલડી કરે છે.

(1:18 pm IST)