Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

યુવકની ખાસ પળોના વીડિયો વાયરલ કરી ૧૦ લાખની માગ

યુવકને તેના મિત્રએ જ ધમકી આપી : મોબાઈલમાં રહેલા અંગત પળોના વીડિયો જેન્ડર મારફતે આરોપીએ પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા

જૂનાગઢ,તા.૨૦ : ઘણીવાર આનંદ માટે કરવામાં આવેલા કાર્યો એવી વિપત્તીમાં અને શરમજનક સ્થિતિમાં મૂકી દેતા હોય છે કે વ્યક્તિને સમાજમાં બહાર નીકળવું ભારે પડી જતું હોય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળની વાત છે જેમાં એક પરણિત યુગલે પોતાના આનંદ માટે બેડરુમની અંગત પળોને સંભાણું બનાવવા માટે મોબાઈલમાં શૂટિંગ કર્યું હતું. જોકે આ વીડિયો બનાવવા તેમને ત્યારે ભારે પડી ગયું જ્યારે એક મિત્રે આ વીડિયો મેળવી લીધા અને બાદમાં તેને વાયરલ કરી દેવાની ધમકી આપીને રુ. ૧૦ લાખ માગવા લાગ્યો. આ મામલે અંતે દંપત્તિ શરમ સંકોચ અને ભય સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યું અને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે છટકું ગોઠવીને ખંડણી માગનારા બે સગા ભાઈઓની ધરપકડ કરી હતી. માંગરોળ શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં પત્ની સાથેની કામક્રીડા કેદ કરી હતી. આ વીડિયો આરોપી ઇમરાન સુલેમાન ભાટા અને ઇરફાન સુલેમાન ભાટાએ મેળવી લીધા હતા. જે બાદમાં બંનેએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. બંને આરોપી સગા ભાઈઓ છે. બંને ટ્રક ચલાવવાનું કામ કરે છે. બંનેની ફરિયાદીની દુકાને બેઠક હતી. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ શહેરના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા યુવકે પીએસઆઈ સોલંકીને રજૂઆત કરી હતી કે પોતાના મિત્ર એવા અમુક ઈસમોએ ત્રણેક માસ પહેલા મોબાઈલમાં એપ્લિકેશન નાંખવાના બહાને તેનો મોબાઈલ લીધો હતો. મોબાઈલમાં રહેલા તેની પત્ની સાથેના અંગત પળોના વીડિયો જેન્ડર એપ્લિકેશન મારફતે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

      માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની પત્ની સાથેના અંગત પળોના વીડિયો બંને આરોપીઓને બતાવ્યા હતા. જે બાદમાં આરોપીઓએ થોડા દિવસ પછી દુકાને જઈને કામના બહાને ફરિયાદીનો મોબાઇલ લીધો હતો. આમ કરીને તેમણે મોબાઇલમાં રહેલા વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી લીધા હતા. આરોપીએ ફરિયાદીના મોબાઇલમાંથી આવા ૨૪ વીડિયો ડાઉનલોડ કરી લીધા હતા. જે બાદમાં તેમણે વોટસએપ કોલિંગ કરી યુવક પાસેથી ૧૦ લાખ માંગી રકમ નહીં આપે તો આ અંગત પળોના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતાં હતા. છેલ્લા થોડા સમયથી ચાલતા આ બ્લેકમેઇલિંગથી કંટાળીને અંતે કપલે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું અને આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે છટકું ગોઠવીને બંને સગા ભાઈઓની ધપકડ કરી હતી. જોકે માંગરોળનો આ કિસ્સો સમાજ માટે લાલબત્તિ સમાન છે. ક્યારેક આવી રીતે મોજશોખ અને નિર્દોષ આનંદ માટેના ફોટો અને વીડિયો કેટલા ભારી પડી શકે છે તે આનું ઉદાહરણ છે.

(9:09 pm IST)
  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST

  • ૫ કરોડના ડ્રગ્સ સાથે મુંબઈથી ગુજરાત આવતા આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી : ગુજરાત એટીએસએ એક આરોપીની ધરપકડ કરી : અમદાવાદમાં ૧ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે કરી ધરપકડ : ૫ કરોડના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી : મુંબઈથી ગુજરાત લઈને આવ્યો હતો ડ્રગ્સ access_time 1:51 pm IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST