Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મોરબીઃ જાંબુડીયા બ્રીજ પાસે કાર પલ્ટી મારીઃ રાજકોટના બે પોલીસમેન દારૂ સાથે પકડાયા

માળીયા મિંયાણાના નવાગામ તરફથી આવતાં હતાં: દારૂની ૩૬ બોટલ અને ૩૧ બીયર મળ્યાઃ આવતા મહિને યોજાયેલા લગ્ન પ્રસંગ માટે જરૂર હોઇ તેના માટે લાવી રહ્યાની ચર્ચા

રાજકોટ તા. ૨૦: મોરબી-વાંકાનેર ચોકડી નજીક આવેલા જાંબુડીયા બ્રીજ પર ફોરવ્હીલર ગાડી પલ્ટી ખાઇ જતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. અંદર દારૂ-બીયર જોવા મળતાં અને બે યુવાન જોવા મળતાં કોઇએ પોલીસને જાણ કરી દીધી હતીઃ મોરબી એસપી શ્રી ઓડેદરાએ આપેલી માહિતી મુજબ આ કારમાં રાજકોટના બે કોન્સ્ટેબલ રાજદિપસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા હતાં. કારમાંથી ૩૬ બોટલ દારૂ તથા ૩૧ બીયર મળ્યા હતાં: પોલીસે કુલ રૂ. ૫,૪૬,૯૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આવતા મહિને લગ્ન પ્રસંગ હોઇ તેના માટે આ દારૂ લાવવામાં આવી રહ્યાની ચર્ચા છેઃ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)