Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પરિવાર સાથે સાસણ ગીર આવી અભિનેત્રી ઝરીન ખાનઃ લીધો જંગલ સફારીનો આનંદ

આમિર ખાન અને તેના પરિવાર બાદ વધુ એક સેલિબ્રિટીએ સાસણ ગીરની મુલાકાત લીધી

મુંબઇ, તા.૨૦: બોલિવુડ સેલિબ્રિટીઝમાં સાસણ ગીરનું આકર્ષણ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં બોલિવુડના 'મિસ્ટર પર્ફેકશનિસ્ટ' આમિર ખાન સાસણ ગીર આવ્યા હતા. આમિર ખાન પત્ની કિરણ રાવ અને બાળકો સાથે ગીર આવ્યા હતા. આમિર અને કિરણની વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવા માટે પરિવાર ગીર આવ્યો હતો. ત્યારે હવે એકટ્રેસ ઝરીન ખાન પણ પરિવાર સાથે સાસણ ગીર આવી હતી.

ઝરીન ખાન પોતાના નાના, મમ્મી અને બહેન સના સાથે સાસણ ગીરની મુલાકાતે આવી હતી. ઝરીન ખાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એરપોર્ટ પરની તસવીરો શેર કરી હતી. જેમાં તેના નાના, મમ્મી અને બહેન સાથે જોવા મળે છે. ઝરીને તસવીરો શેર કરતાં લખ્યું, 'સેલિબ્રેશન શરૂ કરીએ.' કેપ્શન સાથે વિવિધ હેશટેગ મૂકીને ઝરીને જાણકારી આપી કે તેની બહેન સનાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા તેઓ સાસણ ગીર આવ્યા હતા. સાથે જ ઝરીને એમ પણ જણાવ્યું કે, લોકડાઉન પછી તે પહેલીવાર ફ્લાઈટમાં બેઠી હતી.

આ સિવાય ઝરીને ખાન અને તેના પરિવારે ગીરમાં જંગલ સફારીને આનંદ લીધો હતો. ઝરીને ખાન અને તેના પરિવારે સવારે જંગલ સફારી કરી હતી. આ દરમિયાન તેને બે સિંહ જોવા મળ્યા હતા. ઝરીને ખાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સફારી અને સિંહના વિડીયો શેર કર્યા હતા. એક વિડીયોમાં ઝરીન વન વિભાગના ગાઈડ દવે સાથે વાત કરતી જોવા મળે છે.

એશિયાટિક સિંહ માટે જાણીતું ગીર નેશનલ પાર્ક સેલિબ્રિટીઝમાં પોપ્યુલર થઈ રહ્યું છે. ઝરીન અને આમિર ખાન પહેલા ટેલિવિઝનના જાણીતા કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી, ગૌતમ રોડે અને પંખુડી શર્મા, પ્રિયંકા અને વિકાસ કાલંતરી તેમજ એકટ્રેસ રોશેલ રાવ પણ ગીરની મુલાકાત લઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાને ૨૦૧૦માં ફિલ્મ 'વીર' ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઝરીન સાથે સલમાન ખાન લીડ રોલમાં હતો. ઝરીને 'હાઉસફુલ ૨', 'હેટ સ્ટોરી ૩', 'વીરપ્પન, 'વજાહ તુમ હો', 'અકસર ૨, '૧૯૨૧' વગેરે જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ઝરીને ફિલ્મ 'ચાણકય'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

(3:44 pm IST)
  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST