Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

નિર્દોષ યુવકોની ધરપકડના વિરોધમાં ગાંધીધામ સજ્જડ બંધ

અયોધ્યા-શ્રીરામમંદિર નિર્માણનિધી રથયાત્રામાં બઘડાટીના ઘટનાના ઘેરા પડધાઃ વિશ્વહિન્દુ પરિષદ સહિતના સંગઠ્ઠનોની અપીલને ભારે પ્રતિસાદ

ભુજઃ તસ્વીરમાં ગાંધીધામ સ્વયંભુ સજ્જડ બંધ નજરે પડે છે.

ભુજ તા. ર૦ : કચ્છના કિડાણામાં રવિવારે સાંજે અયોધ્યાના શ્રીરામમંદિર નિર્માણ કાર્ય માટે નિર્માણનિધી એકત્ર કરવા માટે આયોજીત રથયાત્રા દરમિયાન બઘડાટી બોલ્યા બાદ પોલીસે ૪૦ જેટલા વ્યકિતઓ સામે કાર્યવાહી કરી છે.

જેમાં ૯ જેટલા નિર્દોષ યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે જેની સામે વિશ્વહિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠ્ઠનો દ્વારા આક્રોશ વ્યકત કરીને આજે ગાંધીધામ અને તાલુકો બંધનુ એલાન આપતા ભારે પ્રતિસાદ મળ્યો છે અને સજ્જડ બંધ રહ્યા છે.

તાલુકાના કિડાણા અને મુદ્રા તાલુકાના સાડાઉ ખાતે રામજજન્મભૂમિ મંદિર નિધી અભિયાન માટે નીકળેલી રથયાત્રા દરમ્યાન થયેલા ઘર્ષણમાં પોલીસ દ્વારા નિર્દોષ હિન્દુઓને ખાતરી આપ્યા બાદ પણ છોડવામાં ન આવતા રામજન્મ ભૂમિ નિધી ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ શહેર અને તાલુકામાં બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જયાં સુધી હિન્દુઓને છોડવામાં નહીં આવે ત્યાં આ આંદોલનને ઉગ્ર બનાવવાની વાત આગેવાનોએ કરી હતી.

કાલે સાંજે ગાંધીધામ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિશ્વહિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના મંત્રી અશોક રાવલ અને આર.એસ.એસ.ના સેવા પ્રમુખ નારણ વેલાણીએ જણાવ્યું હતું કે, સોમવારે યોજાયેલા ધરણા દરમ્યાન રેન્જ આઇ.જી.જે. આર. મોથલિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલે નિર્દોષ હિન્દુઓને છોડી દેવાની ખાતરી આપી હતી. જેના પગલે ધરણા મુલત્વી રાખ્યા હતા, પરંતુ સાંજ સુધી તેઓને છોડવામાં આવ્યા ન હતા. સાડાઉ અને કિડાણાના બનાવમાં ર૮ હિન્દુની પોલીસે ધરપકડ કરી છે.

જો પોલીસ છોડવા માટેની કાર્યવાહી નહીં કરે તો આગળ જતાં પૂર્વ કચ્છ અને સમગ્ર કચ્છના બંધનું એલાન આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બન્ને અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આજે ગાંધીધામ ખાતે વિવિધ સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. તેમાં ગાંધીધામ તાલુકાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે લોકો પર હુમલો થયો  તેમની પોલીસે ધરપકડ કરી છે. અને જેમણે હુમલો કર્યો છે તેઓ બહાર ફરતા હોવાનો આક્ષેપ શ્રી વેલાણીએ કર્યો હતો. આ વેળાએ એકલધામના મહંત અને કચ્છ મહંત સમાજના પ્રમુખ દેવનાથબાપુ, આહીર સમાજના ધનજીભાઇ આહીર, તેજાભાઇ આહીર વિગેરે જોડાયા હતા.

(3:32 pm IST)
  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST

  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST