Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જામનગરમાં ઘાસચારા લેવા બહાને ગાડી લઈ જઈ ગીરવે મુકી છેતરપીંડી કર્યાની બે સામે રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: સીટી સી  ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગીરીશભાઈ માધાભાઈ શીંગરખીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, મારૂતીનંદન સોસાયટી, શેરી નં.પ, જામનગરમાં આરોપી રાજેશભાઈ આલાભાઈ ચાવડા, જગદીશભાઈ માલદેભાઈ આબલીયા, રે. જામનગરવાળાએ ફરીયાદી ગીરીશભાઈને વિશ્વાસ ભરોસામાં લઈ ફરીયાદી ગીરીશભાઈની માલીકીની બોલેરો પીકઅપ ગાડી જેના રજી.નં. જી.જે.–૧૦–ટી.એકસ–ર૩૩૯, જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– (ત્રણ લાખ) ની લીલુ–ઘાસચારો ભરવાના બહાને ખોટુ બોલી લઈ જઈ ફરીયાદી ગીરીશભાઈની જાણ બહાર રાજસ્થાનના સાચોર ખાતે ગીરવી મુકી ફરીયાદી ગીરીશભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની ૧પ બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, સિઘ્ધાથનગર, શેરી નં.૩, જામનગરમાં આરોપી દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટવગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧પ, કિંમત રૂ.રરપ૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

બિમારી સબબ મહિલાનું મોત

જામનગર : અહીં હર્ષદમીલની ચાલી પ્રણામી નગરમાં રહેતા રોહિતભાઈ ખીમાભાઈ પાથર, ઉ.વ.રપ,  એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે આ કામે મરણજનાર શ્રઘ્ધાબેન રાહુલભાઈ પાથર, ઉ.વ.રર, રે. હર્ષદમીલની ચાલી, પ્રણામી નગર શીપ ર, શેરી નં.પ, બ્લોક નં.૭૮, જામનગરવાળાને દોઢેક માસ પહેલા ડીલીવરી થયેલ હોય અને ત્યારબાદ અવારનવાર બિમાર રહેતા હોય અને આજરોજ પોતાના ઘરે હોય ત્યારે સોફામા અચાનક પડી જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મરણ ગયેલ છે.

ચકકર આવતા યુવાનનું મોત

અહીં સરદાર પાર્ક માં રહેતા પંકજભાઈ ભીખુભાઈ પટેલ એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  આ કામે મરણજનાર અમીતભાઈ ભીખુભાઈ પટેલ, ઉ.વ.૪ર, રે. સરદાર પાર્ક –ર, રણજીતસાગર રોડ, પ્લોટ નં.ર૭, જામનગરવાળા આજકાલ પ્રેસ મશીન ગેલેકસી સીનેમા પાસે, જામનગરમાં પ્રેસ મશીન વાળા રૂમમા ચકકર આવતા પડી જતા જેથી સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં કેજયુલટી વોર્ડના ડોકટર તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

અકસ્માતે દાઝી જતા મહિલાનું મોત

અહીં સ્વામીનારાયણનગર શાળા નં.૪ર સામે, રહેતા સુરેશભાઈ મોહનભાઈ સોલંકી, ઉ.વ.૩૪ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર બીનાબેન સુરેશભાઈ સોલંકી, ઉ.વ.૩૬, રે. ડ્રિમસીટી સ્વામી નારાયણનગર, શાળા નં.૪ર, સામે, જામનગરવાળા રસોઈ બનાવતા હતા અને ગેસ ચાલુ હતા તે દરમ્યાન પોતે કેરોસીનની બોટલ  લઈ પ્લેટફોર્મ ઉપર તથા અન્ય જગ્યાએ ડાઘા સાફ કરતા હતા તે દરમ્યાન કેરોસીનની બોટલ ઢોળાઈ જતા તેને છાતીના ભાગે પેટમા તથા સાથળના ભાગે તથા બંન્ને હાથમાં દાજી જતા સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

દારૂના ૪૧ ચપટા સાથે ઝડપાયો : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રાજપાર્ક ઢાળીયો, લક્ષ્મી ડેરી પાસે, જામનગરમાં આરોપી સંજય ભીખભાઈ શિયાળ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ચપટા નંગ–૪૧, કિંમત રૂ.૪૧૦૦/ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી શકિતસિંહ મેરૂભા સોઢા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  લાલવાડી ની બાજુમાં નવા આવાસ બ્લોક નં. જી રૂમ નં.ર૦પ માં આરોપી સંજયભાઈ લીલાધરભાઈ અંબવાણી ના રહેણાક મકાને અન્ય આરોપીઓ ભગવાનગીરી ગુલાબગીરી ગોસ્વામી, ઈમરાન નુરમામદભાઈ હાજીભાઈ સાયચા, સુરેન્દ્રસિંહ હનુભા રામસંગ સોલંકી, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી અખાડી ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૭,૧૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ  સાથે શખ્સ ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, વસંતવાટીકા ગેઈટ પાસે, જામનગરમાં આરોપી હિરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચાલકે સાયકલ સવાર વૃઘ્ધને હડફેટે લેતા મોત

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ કરમદેવ પ્રજાપતિ એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ મીલના મેઈન ગેઈટ સામે, રોડ પર ફરીયાદી રાજેશભાઈના પિતા કરમદેવભાઈ મંગરુરામ પ્રજાપતિ ઉ.વ.૬૮ વાળા પોતાના દિકરાને દિગ્જા મીલનમાં ટીફીન દેવા જતા હતા અને દિગ્જામ મીલના ગેઈટ સામે ડીવાઈડરની કટ પરથી ગેઈટમાં અંદર જવા જતા હતા ત્યારે ડીફેન્સ કોલોની તરફથી આરોપી ટુવીલ હોન્ડા જેના રજી.નં. જી.જે.૧૦–સી.પી.–૬૭૪૧ ના ચાલક મહેશભાઈ હરઘોરભાઈ એ પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી ફરીયાદી રાજેશભાઈના બાપુની સાયકલ સાથે ભટકાડી તેમને નીચે પાડી દઈ માથામાં તેમજ ડાબી સાઈડ કાનની બાજુમાં કપાળના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

(12:55 pm IST)