Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પોરબંદર ગ્રામ્યના વિદ્યાર્થીઓની એસ.ટી. બસના પાસ માટે મુશ્કેલી દૂર કરવા માંગણી : એન.એસ.યુ.આઇ. દ્વારા આવેદન

પોરબંદર, તા. ર૦ :  ગામડાઓના વિદ્યાર્થીઓને સરળતાથી બસના પાસ મળી રહે તે માટે પોરબંદર એન.એસ.યુ.આઇ.એ. એસ.ટી. ડેપોએ આવેદન આપીને રજુઆત કરી છે.

આવેદનમાં જણાવેલ કે કોવિડની સ્થિતિને કારણે ૧૦ મહિનાથી વિદ્યાર્થીઓનું શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ છે, હાલ શિક્ષણમંત્રીની રજૂઆતથી  ધોરણ-૧૦ અને ધો-૧૨ તેમજ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ ક્રમ ચાલુ કરી દેવાયો છે.પોરબંદરમા અભ્યાસ માટે ગામડાઓના હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય ત્યારે તેમને પોતાએ પ્રાઇવેટ વાહનોમાં આવવાની ફરજ પડતી હોય છે, એસ.ટી બસમાં પણ પૈસા આપી ને આવતા હોય છે જે એમને પરવડતું નથી.

 વિદ્યાર્થીઓના રજૂઆતના પગલે પોરબંદર જીલ્લા એનએસયુઆઇ ટીમે ડેપો મેનેજર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી હતી કે ગામડાઓમાંથી અભ્યાસ માટે આવતા તમામ વિદ્યાર્થીઓને એસ.ટી બસના સરળતાથી પાસ મળી રહે, હાલ બીજું સત્ર પણ થોડું પૂરું થવા આવ્યું છે ત્યારે બસનો જે પાસ કાઢી આપવામાં આવે તે પણ પુરા સત્રનો કાઢી આપવામાં આવે અને તેમનો જે ચાર્જ હોય ટે પણ આ દિવસોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે. તેવી માંગણી કરી હતી.

થોડા દીવસોમાં આઈ.ટી.આઈ પણ શરુ થવાની હોય તો ત્યાં પણ વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવે તેવી  માંગ છે. શાળા-કોલેજમાં જે પાસની કામગીરી કરવામાં આવતી હોય તે વહેલી તકે પૂરી કરવા આવે તેવી આપ દ્વારા શાળા-કોલેજોને જાણ કરવામાં આવે કોઈ પણ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ના કરવામાં આવે તેમની ખાસ તકેદારી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં માંગણી ઉઠી છે. આવેદન આપતી વખતે જીલ્લા એન.એસ.યુ.આઇ.  પ્રમુખ કિશનભાઇ રાઠોડ, ઉમેશરાજ બારૈયા,કુણાલ રજવાડી,પરાગ મેવાડા,જયદીપ સોલંકી,રોહિત સિસોદિયા,અનિરુધ ગઢવી,યશ ઓઝા, રાજ ઓડેદરા વગેરે હાજર રહ્યા હતા.

(11:52 am IST)