Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વિસાવદરના ડેપ્યુટી કલેકટર તુષાર જોષીની ભાવનગર બદલી

ભાટ ગામે ઘાટ તોડી પાડવાની સારી કામગીરીમાં શિરપાવને બદલે સજા થઇ હોવાની લોકમુખે ચર્ચા : પ્રજામાં છાને ખૂણે રોષ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦ વિસાવદમાં  ડેપ્યુટી કલેકટરશ્રી તુષાર જોશીની ડી-ગ્રેડ કરી ભાવનગર ડી.ડી.ઓ. તરીકે બદલી કરવામાં આવતા પ્રજામાં રોષ ફેલાયો છે.

ડે. કલેકટર તરીકે લોકચાહના મેળવનાર અને પ્રજાલક્ષી કામગીરી કરનાર યુવા પ્રાંત અધિકારી તુષાર જોશીની કામગીરીથી અમુક રાજકીય માણસોના ખુશ હોવાથી બદલી કરાવવા માટે મેદાનમાં હતાં અને તેઓ સફળ થયા હોવાનું લોકોમાં ચર્ચાય રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાટ ગામે ગેરકાયદેસર રીતે ધમધમતા સાડીના ઘાટને તોડી પાડનાર આ અધિકારીની બદલી કરી નાખવામાં આવી છે.

ત્યારે સારી કામગીરી કરનારને સિરપાવને બદલે સજા કરાતા અન્ય અધિકારીઓ અને પ્રજામાં છુપારોષ સાથે ગણગણાટ શરૂ થઇ ગયો છે.

ભેંસાણ તાલુકાના ભાટ ગામે ગેરકાયદેસર રીતે સાડી ધોલાઇના ઘાટ ધમધમતા હતાં આ ઘટનાને કારણે ઉબેણ ઓઝત અને ભાદર નદીનું પાણી પ્રદુષિત થઇ ગયું હતું ત્યારે ખેડુતોની વ્યાજબી રજુઆત બાદ નદીના લાલ પાણી ભેળવનાર ઘાટને વિસાવદરના ડેપ્યુટી કલેકટર શ્રી તુષાર જોશીએ તોડી પાડયા હતાં.

જો કે ત્યારબાદ જેતપુર ડાઇંગ ઉદ્યોગોના મહારથીઓએ છેક ઉચ્ચ સુધી છેડા લગાવી ડેપ્યુટી કલેકટર ભાવનગર ખાતે ડીગ્રેડ કરી ડેપ્યુટી ડી.ડી.ઓ.માં આવતા અન્ય અધિકારીઓમાં ચર્ચા જાગી છે. આમ લાલ પાણી મેળવી નદીને પ્રદુષિત કરનારી ઉદ્યોગલોબીએ રાજકીય તાકાત બતાવી હોઇ સારી કામગીરી કરનાર વિસાવદરના પ્રાંત અધિકારીને સિરપાવને બદલે સજા મળી હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. પ્રજામાં છાને ખૂણે રોષ જોવા મળી રહ્યો છે.

(11:51 am IST)