Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૧૩ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા

ગોંડલમાં છ જસદણના કાંસકોલીયા ગામે પાંચ અને પડધરીમાં જુગાર રમતા બે પકડાયા

રાજકોટ તા. ર૦: રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં તેર પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા. પ્રથમ દરોડામાં ગોંડલમાં હર ભોલે સોસાયટી માંધાતા પાર્ટી પ્લોટની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પી.આઇ. એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠડ હેડ કો. જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વિજય રતાભાઇ મુંધવા, રમેશ મેપાભાઇ બતાળા, હર્ષલ અનિલભાઇ વ્યાસ, મેશરૂ રતાભાઇ મુંધવા, કમલેશ ખોદાભાઇ સરસીયા તથા અજય રતાભાઇ મુંધવા રે. ગોંડલને રોકડા રૂ. ૧૭,૪૦૦ અને ત્રણ બાઇક મળી કુલ રૂ. ૭૭,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં જસદણના કાંસલોલીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણનાં પો.કો. ભોળાભાઇ મકવાણા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા રામજી મોહનભાઇ બારૈયા, ભૂપત શંભુભાઇ ઝાપડીયા, ગોરધન ઉકાભાઇ મકવાણા, મનજી લીંબાભાઇ ડાભી તથા વિભા લીંબાભાઇ મકવાણાને રોકડા રૂ. ૧૦૧૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં પડધરીના ફુલવાડીના બગીચા પાસે જાહેરમાં જુગાર રમતા ઇમરાન રફીકભાઇ સુરીયા તથા ભાવેશ ગોવિંદભાઇ વડેચાને રોકડા રૂ. ૭૦૭૦ અને ગંજીપતા સાથે પો.કો. સંજયભાઇ બાંભવાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)