Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હળવદમાં બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

હળવદ-ધાંગધ્રા અને મોરબીની જુદી-જુદી ૨૦ ટીમોએ ભાગ લીધો

 (દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨૦ :   શહેરમાં  બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ સુરેન્દ્રનગરમાંથી જુદી જુદી ૨૦ ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક દિવસ માટે કરાયેલા આયોજનમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુદી-જુદી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને ૫૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી સાથે ઉપ વિજેતા ટીમને પણ ટ્રોફી અને રૂ.૨૫૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતું આ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા સંદીપ પટેલ, રાજુભાઈ ભુવા, જીગ્નેશ પટેલ, કિરીટભાઈ પટેલ, યોગેશ ઝાલોરીયા  તેમજ બજરંગ યુવા ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:47 am IST)
  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST