Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વાંકાનેરનાં તીથવામાં શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમો યોજાયા

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા.૨૦ : વાંકાનેરથી ૧૦ કિલોમીટર દૂર અને જડેશ્વર રોડ ઉપર જતા ૧ કિમી સાઇડમાં અતિ વર્ષો પૌરાણીક આશરે પાંચ હજાર વર્ષ જૂનુ ઐતિહાસિક મંદિર શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર વનરાયુના મસ્ત પ્રફુલીત વાતાવરણમાં આવેલ છે. લોકવાયકા મુજબ અહિયા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જતા હતા એ દરમિયાન રોકાયા હતા અને ભીમે આ મંદિરના શ્રી ભોમેશ્વર મહાદેવદાદાની સ્થાપના પણ કરેલ છે જે જગ્યામાં બે શિવ મંદિર આવેલ છે. ૧) શ્રી ભંગેશ્વર મહાદેવદાદાનું સ્વયંભુ શિવલીંગ મંદિર જે આશરે ૫૦૦૦ હજાર વર્ષો પુરાણુ ઐતિહાસિક મંદિર છે.

શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉતરાયણ ઉત્સવ ઁ ઉમા શ્રી ભંગેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હંસરાજબાપા હાલપરા પરિવાર દ્વારા મકરસંક્રાંતીના પાવન પર્વે રૂદ્રીયજ્ઞ તથા રૂદ્રાભિષેક મહાપૂજા, મહાઆરતી અને માં ઉમિયાજીની મહાપુજા કરવામાં આવેલ હતા. શ્રી હંસરાજબાપા આ મંદિરમાં કાયમ માટે પોતાનુ શ્રેષ્ઠ યોગદાન સહયોગ આપેલ છે. તેઓની કાયમ માટે ઉમદા સેવા કાર્ય હંસરાજબાપાનુ રહે છે. તેમજ અનેક ભાવિક ભકતજનો આ મંદિરમાં સેવાના કાર્યો કરતા રહે છે. આ ઉપરાંત ઉતરાયણના પર્વે રાત્રીના સંતવાણી ભજનનો કાર્યક્રમ સોશિયલ ડીસ્ટન્સ પ્રમાણે પ્રાર્થના હોલમાં રાખેલ જેમાં કલાકાર રેખાબેન વાળા તથા ભાવેશભાઇ પટેલે અનેરા સંગીતની શૈલી સાથે સંતવાણીની રંગત જમાવી હતી. ભકતજનોને રસ તરબોળ કરેલ હતા. તેમજ રૂદ્રયજ્ઞ, રૂદ્રાભિષેક પૂજા, મહાઆરતી આ વિધિ પ્રસિધ્ધ જાણીતા કથાકાર શાસ્ત્રીજી જનકભાઇ મહેતા (ડોડીયાવાળા) તથા શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંત ત્યાગી હરીદાસબાપુના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી.

(11:41 am IST)