Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોટડાસાંગાણી તાલુકામાં અમૃતમ કાર્ડની કામગીરી ત્રણ માસથી ગંભીર બિમાર અરજદારને ધરમના ધક્કા

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી તા.૨૦ : કોટડાસાંગાણીમા અમૃતમ કાર્ડની કામગીરી ત્રણ મહીનાથી બંધ હોવાથી દર્દીઓને તાલુકા મથકે ધરમના ધક્કા થતા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.જે અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત વેરાવળના સરપંચ દ્વારા કરાઈ છે.

કોટડાસાંગાણી બેતાલીશ ગામનો તાલુકો છે.જયારે અંદાજીત પચાસ કિલોમીટરના એરીયા સુધી છેવાડાના ગામો આ તાલુકાના છે.સાથેજ આસપાસ મા ઈન્ડસ્ટ્રીઝ એરીયા વધુ વેગવંતો હોવાથી લોકોના વસવાટમા પણ સતત વધારો થઈ રહ્યો છે.પરંતુ કયાંક આ તાલુકાને પછાત તાલુકા તરીકે ઓળખવામાં આવે છે.તેના પાછળના કારણો પણ અનેક છે.એક તરફ સરકાર છેવાડાના માનવીઓ સુધી વીવીધ યોજનાઓ પહોંચે અને દરેક વ્યકિતને દરેક યોજનાનો પુરેપુરો લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે.પરંતુ કોટડાસાંગાણીમા જાણે તંત્રને આ મામલે કોઈ રસનો હોઈ તેવો દ્યાટ સર્જાયો છે.તાલુકામા એટીવીટી ખાતે ચાલી રહેલ અમૃતમ કાર્ડની કામગીરી ત્રણ માસથી બંધ છે.જેના લખાણો પણ કાગળો પર ચીપકાવી દેવાયા છે.કામગીરી બંધ હોવાના કારણે તાલુકાભરના અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.તેમાયે પણ તંત્રમા અનેક વખતની રજુઆત બાદ છતા કામગીરી શરૂ નહી કરવામાં આવતા જાણે જવાબદાર તંત્રને આ મામલે કહી જ પડી ન હોઈ તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.મધ્મમ વર્ગના લોકો પર આવતી કોઈ અણધારી બીમારીમા ખર્ચ સરકાર ઉપાડી ગરીબ લોકોને આવતો બીમારીના ખર્ચનો બોજ સરકાર પોતે ઉપાડી રહી છે પરંતુ  છેલ્લા ત્રણ માસથી અમૃતમ કાર્ડની કામગીરી કોટડાસાંગાણીમા બંધ હોવાથી લોકો મુશ્કેલી ભોગવિ રહ્યા છે.અધિકારીઓ દ્વારા એકબીજા પર દોશનો ટોપલો ઢોળવામા આવી રહ્યો છે.પરંતુ અમૃતમ કાર્ડની કામગીરી બંધ હોવા મામલે આખરે જવાબદાર કોણ તેવો પ્રશ્ન અહી ઉપસ્થિત થયો છે.એક તરફ કોરોનાના કપળા કાળ અને લોક ડાઉનથી સામાન્ય પબ્લિકની આર્થીક સ્થિતિ ભાંગી ગઈ છે.ત્યારે લોકોને વીના જરૂરે રૂપીયાનો ખર્ચ કરવો પણ પોસાઈ તેમ નથી ત્યારે જ અમૃતમ કાર્ડની કામગીરી માટે લોકો ભાડા ખર્ચી પોતાના કામ ધંધા ખોટી કરી તાલુકા મથકે આવે છે. પરંતુ ત્રણ માસથી કામગીરી બંધ હોવાથી નીશાસા નાખી અરજદારોને વીલા મોઢેજ પરત ફરવાનો વારો આવે છે.ત્યારે તાત્કાલિક કામગીરી શરૂ કરવા આવે તેવી માંગ સાથે વેરાવળના સરપંચ રવીરાજસીંહ જાડેજાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

આ અંગે ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર બી ટી જોશીએ જણાવેલ કે અમૃતમ કાર્ડની કામગીરીમા મામલતદાર અપોઈન્ટડ માણસ હોઈ છે.અને ઈજ સંભાળતા હોઈ છે.ત્યાંના ઓપરેટરે રાજીનામું આપ્યુ છે. અમારી કામગીરી ફકત વેરી ફિકેશનની હોઈ છે.અમારે ખાલી અપ્રુવલ આપવાનુ હોઈ છે.માણસ નીમવાની કામગીરી મામલતદારમાથી હોઈ છે.

(11:38 am IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • ૨૦ જાન્યુઆરીએ બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ પદે તથા કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમૃતસરના ચિત્રકાર જગજોતસિંહ રૂબાલે આ બન્ને મહાનુભાવોના ચિત્રો તૈયાર કર્યા હતા. સાથે સાથે તેમણે અમેરિકાના શરૂઆતથી આજ સુધીના રાષ્ટ્રપતિના ચહેરા પણ કળાત્મક રીતે દોર્યા હતા. access_time 10:16 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST