Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઉનામાં રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ કાર્યાલય

ઉના : શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા ઉના શહેર માં ગીર ગઢડા રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેકસ માં કાર્યાલય નું શાસ્ત્રોકત વિધિ અને ગુરુકુલ સંસ્થા ના પૂજય સંત શ્રી માધવ પ્રસાદ સ્વામી,બી એ પી એસ સંસ્થા ના પૂજય સંત શ્રી અખંડમંગલ સ્વામી, એ મંત્રોચ્ચાર દ્વારા શુભ આરંભ કરેલ શ્રી રામ નાદ ના નારા સાથે મોટી ધન રાશી રામ મંદિર નિર્માણ માટે આપનાર રામ ભકતો ની મોટી નિધિ સંતો દ્વારા સ્વીકાર કરી ને આ નિધિ તાલુકા સંયોજક નિપુલભાઈ શાહ ને સોંપીને નિમેલ ડીપોઝીટર ને મોકલી આપવા માં આવેલ છે ,હિન્દૂ સમાજ ના અગ્રણી, ભગિની સંસ્થાઓ,અને દરેક સેવાભાવી સંસ્થાઓના અધિકારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સંતોએ મંદિર ના નિર્માણમાં હયોગ આપી મંદિર નિર્માણ કાર્ય માં સહભાગી થઇ આ ઐતિહાસિક કાર્ય નો લાભ લેવા અનુરોધ કર્યો છે. અયોધ્યા માં બિરાજમાન પ્રભુ શ્રી રામ ના મંદિર નિર્માણ માં જે કોઈ ભાઈ બહેન ને મોટી નિધિ સમર્પણ કરવા ઇચ્છતા હોય તેમને તાલુકા સંયોજક નિપુલભાઈ શાહ..મો.૯૮૯૮૧૭૨૭૫૪,અને સહ સંયોજક મેહુલભાઈ ઉપાધ્યાય મો.૭૯૮૪૨૭૨૭૩૮ નો સંપર્ક કરવાજણાવાયુ છે. કાર્યાલયનો પ્રારંભ કરાયો તે તસ્વીર.

(10:28 am IST)