Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ખીરસરા પંથકમાં રસ્તાનું ખાતમુહુર્ત

ખીરસરા : ખીરસરા-મેટોડા-વાગુદડ ગામને જોડતો ડામર રોડનુ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની ગ્રાન્ટ માંથી રૂપીયા ૦૨ કરોડ ૬૦ લાખ ના ખર્ચે નોનપ્લાન રોડ મંજુર થયેલ છે જેનું ખાતમુહુર્ત કરવામાં આવેલ આ તકે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કામાણિ , લોધિકા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ દાફડા મહામંત્રી દિલીપભાઈ કુગશિયા, મહામંત્રી મોહનભાઈ ખુટ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ મોહનભાઈ દાફડા,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિંહ ડાભી, પૂર્વ પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા લાખાભાઈ ચોવટીયા વાગુડદ સરપંચ મુકેશભાઈ વિરડા,ડો પ્રકાશ વિરડા,દિનેશભાઈ મેત્રા બાલસર સરપંચ દેવાયતભાઈ કુગશીયા મેટોડાસરપંચ શૈલેષભાઈ વેકરીયા ,મનોજભાઈ સભાયા,તેમજ તમામ ભાજપ સંગઠનના પદાધીકારીશ્રીઓ હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહેલ.

(10:28 am IST)
  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • જીવતા નહીં તો મરીને પણ સરકાર વાત સાંભળશે, આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતનો ઝેર પીને આપઘાત access_time 4:14 pm IST