Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટ ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય દ્વારા યોજાયેલ સરપંચ સંવાદ ના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલનું જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા સન્માન કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ રાજકોટ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ આર સી પાટીલ નું રાજકોટ જિલ્લા ભાજપ તેમજ બક્ષીપંચ મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
  આ પ્રસંગે રાજકોટના આંગણે જિલ્લા ભાજપના કાર્યક્રમમાં પ્રથમ વખત પધારતા  પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલ નું રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા જિલ્લા મહામંત્રી અને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી નવીન પરી ગોસ્વામી વિગેરે દ્વારા પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલનું મોમેન્ટો આપી ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

(9:08 pm IST)