Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા અઢી લાખ ડિસ્ટ્રિક્ટ બેંકના ખાતેદારોના રૂપિયા બે લાખના વિમા લેવાની જાહેરાત

રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા યોજાયેલ સરપંચ સંવાદમાંપ્રદેશ ભાજપના અધ્યક્ષ આર.સી પાટીલએ ભાજપના આગેવાનો ધારાસભ્યો સંસદસભ્યોને ગરીબો માટે રૂપિયા બે લાખના વીમાના પ્રીમિયમ ભરવાનું આહવાન કર્યું હતું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ જસુમતીબેન કોરાટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા  જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી પૂર્વ ધારાસભ્ય ગોંડલના જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા વગેરે મહાનુભાવો ના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો

   આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર સી પાટીલએ જણાવેલ કે સરપંચ સંવાદ સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઇ રહ્યો છે ત્યારે મારે આપ સૌને એટલું જ કહેવાનું છે કે સરકારની જે જે યોજનાઓ છે તે યોજનાઓ મતદાર સુધી પહોંચે જે બાબતે ખાસ ભાર મૂક્યો હતો તેમજ વિવિધ યોજના અંગે મોબાઈલ દ્વારા મળતી માહિતી ને પણ વિગત આપી હતી તેમજ દરેક ધારાસભ્ય સંસદસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગરીબો માટે મતદારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત તે વીમા યોજના રૂપિયા બે લાખનો વીમો બેન્કમાંથી લેવડાવે તે બાબતે ખાસ ભાર મૂકયો હતો અને રાજકોટના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ને પણ આ બાબતે વિનંતી કરી હતીઅને સૌથી વધારે વધારે ગામડાઓ સુધી સરકારની યોજના પહોંચે તે બાબતે અનેક મહત્વની વાતો કરી હતી
   આ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાએ પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલ ની વાતને ધ્યાનમાં રાખીને તેમના આદેશનું પાલન કરતા જણાવેલ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના અઢી લાખ ખાતેદારો ના રૂપિયા બે લાખનો નરેન્દ્રભાઈ મોદીના વિમા લેવામાં આવશે જેનું સંપૂર્ણ પ્રીમિયમ અમે ભરી દેશો ખાતેદારોને એક પણ પૈસો કરવું નહીં પડે અને રૂપિયા બે લાખનો વીમો મળશે તે સરપંચ સંવાદ ના કાર્યક્રમમાં જાહેરાત કરતા લોકોએ તાળીઓ પાડીને વધાવી લીધી હતી
  આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિગેરે એ પ્રદેશ અધ્યક્ષ આર.સી પાટીલ જે પ્રકારે ગરીબો માટે રૂપિયા બે લાખ ની જાહેરાત કરી છે અને એને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ વધાવી જતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

(9:05 pm IST)