Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જુનાગઢમાં યુવતિના પ્રેમસબંધ બાબતે ડખ્ખોઃ યુવાનને રિવોલ્વર બતાવીને ધમકી

જુનાગઢ તા.ર૦ : જુનાગઢમાં એક યુવતી સાથેના પ્રેમસંબંધમાં લાકડી, પાઇપ વડે બાખડી પાડયા હતા. જેમાં ૩ યુવાનોને ઇજાઓ થવા પામી હતી. આ બખેડામાં યુવાનને રીવોલ્વર બતાવી મારી નાખવા સહિતની સામ સામે ફરીયાદ નોંધાતા પોલીસે ૯ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

શહેરના ઝાંસીના ચોક નજીક આવેલ  ગોવર્ધન પાર્કમાં રહેતા માર્મીક બીપીનભાઇ ગગલાણી અમીશા કાચા નામની એક યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય જે દાતાર રોડ ઉપર રહેતા નવાઝ ઉર્ફે છોટા રાજન વલી મહમદ મકરાણીને ગમતુ ન હોય જેનું મનદુઃખ રાખી નવાઝ, યોગી ટાંક, યસ સોની, નવાઝના જીજાજી, ભુરો, તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ કરી હતી અને બલેનો કારના કાચ તોડી નુકસાન કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

સામાપક્ષે નવાઝ ઉર્ફે છોટા રાજન મકરાણીએ માધવ ગગલાણી તથા બીપીન ગગલાણી સામે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, એક યુવતી સાથેના પ્રેમસંબંધ અને બાદમાં બ્રેકઅપના મનદુઃખમાં બીપીન ગગલાણીએ રીવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બીપીને બેઝબોલના ધોકાથી જયારે માધવે ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી.

પોલીસે બંન્ને  ફરીયાદી યુવાનોની ફરીયાદ લઇ કુલ ૯ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં પ્રેમસંબંધ પ્રશ્ને થયેલ આ બખેડાએ ભારે ચકચાર જગાવી હતી. (૭.ર૦)

(3:51 pm IST)