Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબી જિલ્લા કક્ષાના એજયુકેશન લઇનોવેશન ફેસ્ટિવલનું પરિણામ જાહેર

મોરબી, તા.૨૦: વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર બની શકે છે. જોકે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવતા અનેક શિક્ષકો વિવિધ ઇનોવેટીવ પ્રવૃત્ત્િ।ઓ થકી શૈક્ષણિક કાર્ય કરાવતા હોય છે. ત્યારે આવા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજયકક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં રાજપર તાલુકા શાળા ખાતે GCERT અને DIET - રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ૪૬ જેટલા ઇનોવેટીવ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ખૂબ સુંદર ઇનોવેશનો રજૂ કર્યા હતા. જેનું હાલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં પ્રાથમિક વિભાગમાંથી પ્રથમ ક્રમે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ વિમલભાઈ, દ્વિતિય ક્રમે મોરબી તાલુકાની નવા મકનસર પ્રા. શાળાના શિક્ષક પાંચોટીયા જિતેન્દ્રભાઈ તેમજ માળિયા તાલુકાની રત્નમણિ પ્રા. શાળા મોટીબરારના શિક્ષક બદ્રકિયા અનિલભાઈ, તૃતીય ક્રમે મોરબી તાલુકાની જેતપર કુમાર પ્રા. શાળાના શિક્ષિકા ગોધાસરા પ્રિયંકાબેનની પસંદગી કરવામાં આવી છે.

જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી પ્રથમ ક્રમે મોરબી તાલુકાના બગથળા હાઈસ્કૂલના શિક્ષક કામરીયા અશોકભાઈ, દ્વિતીય ક્રમે ટંકારા તાલુકાની બહુચર વિદ્યાલયના શિક્ષક વાટકીયા પ્રવિનચંદ્રની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લા કક્ષાએથી પસંદગી પામેલા આ તમામ શિક્ષકો રાજય કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.(૨૩.૧૬)

(1:16 pm IST)