Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

લાલપુરના ખાયડીમાં લૂંટ-હત્યા કેસમાં ૩ ઝડપાયા

નારણભાઇ લખમણભાઇ કરમુરની હત્યા કરનાર ૩ દેવીપૂજક શખ્સોની એલસીબી દ્વારા ધરપકડ

જામનગરઃ  જિલ્લાના લાલપુર પંથકમાં થયેલી લૂંટ વિથ મર્ડરના ગુન્હામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલાયો છે જે અંગે જામનગરના એસ.પી.શરદ સિંધલે એલ.સી.બી.અને પોલીસ સ્ટાફ સાથે પ્રેસ કોફરન્સ યોજી માહિતી આી હતી (તસ્વીરોઃ કિંજલ કારસરીયા જાનગર)

જામનગર તા. ર૦ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખાયડીમાં લૂંટ-હત્યા કેસમાં ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ખાયડી ગામની સાતપડ સીમ વિસ્તારમાં ફરીયાદ ખીમાભાઇ લખમણભાઇ કરમુર રહે. ખાયડી ગામ તા. લાલપુર વાળાના ભાઇ નારણભાઇ લખમણભાઇ કરમુરને અજાણ્યા ત્રણ ઇસમોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમજ મોબાઇલ ફોન કિ. રૂાઉ૧૦૦૦ ની લુંટ કરેલ જે લુંટ વિથ ખુનનો બનાવ વણશોધાયેલ હતો જે ગુન્હો લાલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧પ/ર૦ર૦ થી નોંધાયેલ છે.

આ ખુન વિથ લૂંટનો બનાવ બનતા પોલીસ અધિક્ષક શરદ સિંધલનાઓના માર્ગદર્શન મુજબ તેમજ અગાઉ ખુન લૂંટ-ધાડના ગુન્હામાં પકડાયેલ ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખવામાં આવેલ હતી તેમજ નવનિયુકત પ્રો.એ.એસ.પી. સફિીન હસન તથા જે.એમ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગનાઓના સુપરવિઝાન હેઠળ આ ખુન વિથ લૂંટનો ગુનો શોધી કાઢવા અંગે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સબ. આર.બી.ગોજીયાનાઓને સુચના કરેલ જે ખુન વિથ લુંટનો ભેદ .કેલવા માટે એલસીબીની ટીમ કાર્યરત કરી બનાવ સ્થળની વીઝીટ કરી આજુબાજુનો વિસ્તાર સર્ચ કરી માહિતી એકઠી કરવામાં આવેલ હતી.

આજરોજ એલસીબીના પો.ઇન્સ. કે.કે.ગોહીલ તેમજ પો.સ.ઇ. આરીબ. યોજીયા તથા સ્ટાફના માણસો આ ખુન વિથ લૂંટનો ભેદ શોધી કાઢવા માટે લાલપુર પો.સ્ટે. વિસ્તારમાંં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના પ્રતાપભાઇ ખાચર, દિલીપભાઇ તલાવડીયા, શરદભાઇ પરમાર તથા સુરેશભાઇ માલકીયાને તેઓના બાતમીદારથી હકિકત કે, આ ખુજ વિથ લૂંટમાં સીડી મો.સા.નંબર જી.જે. ૧૦ એસ ૯૭૩૧માં આવેલ ત્રણ ઇસમો ગુન્હાને અંજામ આપેલ છે અને મજકુર ત્રણેય હાલમાં લાલપુર બાયપાસ નાંદુરીના પાટીયા નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસથી પસાર થવાના છે તેવી હકીકત હોય જેથી  વોચ દરમ્યાન નીચે મુજબના ત્રણ ઇસમો મળી આવતા પો.ઇ.કે.કે.ગોહિલ એધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) વિપુલ રામજીભાઇ મકવાણા દેવીપુજક રહે.લાલપુર ૬૬ કે.વી.પાસે જી.જામનગર(ર) ગોપાલ રાજુભાઇ ચૌહાણ દેવીપુજક રહે.લાલપુર ૬૬ કે.વી.સબ સ્ટેશન પાસે તા.લલાલપુર જી.જામનગર(૩) મુકેશ મનસુખ સોલંકી દેવીપુજક રહે. લાલપુર ૬૬ કે.વી. સ્ટેશન પાસે તા.લાલપુર જી.જામનગર.

ઉપરોકત ત્રણેય ઇસમોની પુછપરછ કરતા આજથી ત્રણ દિવસ પહેલા લાલપુર સીમ વિસ્તારમાં પવનચકીની ઓરડીમાંથી કોપરના વાયરની ચોરીકરી જે મુદામાલ લઇ મો.સા.માં નિકળતા મરણ જનાર નારણભાઇ કરમુર રોકતા ત્રણેય આરોપીઓએ મરણ જનારને માથામાં તથા શરીરે લાકડીના ઘા મારી ઇજા કરી ખુન કરી મોબાઇલની લુંટ ચલાવેલ હોવાની કબુલાત આપેલ જે મોબાઇલ ફોન કબ્જે કરી તેમજ ભણગોર પાસે પવનચકીના વાડામાં કોપર કેબલ વાયરની ચોરી કરેલ જે મુદામાલ આશરે રપ કીલો ગણી કબ્જે કરેલ છે.

મજકુરના કબજામાંથી મળી આવેલ સીડી ડોન મો.સા.જીજે.૧૦ એસ.૯૭૩૧ ની આશરે અઢી વર્ષ પહેલા જી.જી.હોસ્પીટલમાંથી ચોરી કરેલની કબલાત કરેલ છે જે અંગે તપાસ ચાલુમાં છે તેમજ આરોપી ગોપાલ ચૌહાણ અગાઉ દ્વારકામાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે.

એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોા ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ ગંધા, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલાવડીયા ફીરોજભાઇ દલ પ્રતાપભાઇ આયર, ખીમભાઇ ભોચીયા, વનરાજસિંહ મકવાણા લાભુભાઇ ગઢવી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા નિર્મળસિંહ એસ.જાડેજા બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.

(1:10 pm IST)