Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે

ધારીમાં યુવક સહકારી શિક્ષણ વર્ગની તાલીમાર્થી બહેનોને સર્ટીફીકેટ એનાયત

અમરેલી તા.૧૮ : અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારીની વિદ્યાર્થીની બહેનો માટેના ૬ દિવસીય તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં પ્રિન્સીપાલ દવે તેમજ કો.ઓર્ડી. દુર્ગાબેને બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરેલ હતા.

કાર્યક્રમની શરૂઆત બહેનોની પ્રાર્થનાથી કરાયેલ. સ્વાગત પ્રવચન કોલેજના પ્રિન્સીપાલ દવેએ કરી સૌનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ.

અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીએ પ્રાસંગીક ઉદબોધનમાં જીલ્લાસંઘની કાર્યપધ્ધતી અને તેની ઉપયોગીતા અંગે વિશેષ છણાવટ કરી હતી અને સહકારી ક્ષેત્રમાં પડલી નોકરીની તકો વિશે માહિતી આપી હતી તેમને યુવાનોને વિવિધ ડીપ્લોમાં કોર્સ જેવા કે ડીસીએમ, એચડીસીએમ, પીજીડીસીબીના કોર્સ કરીને ઉજજવળ કારકીર્દી બનાવવા યુવાનોને અપીલ કરી હતી.

આ પ્રસંગે કુલ ૮૩ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયેલ. આભારવિધી કોલેજના અધ્યાપીકા દુર્ગાબહેને કરી હતી.

(12:04 pm IST)