Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભાવનગરમાં ફુટવેરની દુકાન-ગોડાઉન સળગ્યા

૧ લાખ લીટર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાઇ : ભારે નુકશાન

ભાવનગર, તા. ર૦ : ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં ફુટવેરની દુકાન તથા ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડના સ્ટાફે સતત ચાર કલાકની જહેમત અને ૧ લાખ લીટર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

વિગતો મુજબ શહેરના આંબા ચોક વિસ્તારમાં મોટી ફળીયામાં આવેલ રાજુભાઇ મોઇનાણીની માલીકીના હેમા ફુટવેર નામના ચંપલ, બુટની દુકાન તથા ત્રણ માળના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અને આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાન તથા ત્રણ માળનું ગોડાઉન સંપૂર્ણ સળગી જતાં ભારે નુકસાન થવા પામ્યું છે.

આગની જાણ થતાં ૪ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને ૧૪ ગાડી પાણી એટલે ૧ લાખ લીટર પાણીનો છંટકાવ કરી સતત ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

(12:02 pm IST)