Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

વીરપુરમાં બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સાવકા પિતા સુખદેવ અને કાકા મુન્નાની ધરપકડ

૧૮૧ મહિલા અભયમની ટીમે બંને બહેનોનું કાઉન્સીલીંગ કરતા ભાંડો ફૂટયો : પોલીસે બંને હવસખોરોને પકડી હવસનું ભૂત ઉતાર્યું

રાજકોટ, તા. ર૦ : વિરપુર બે બહેનો પર હેવાન બનેલા સાવકા પિતા અને કાકાએ ત્રણ વર્ષ સુધી જાતિય શોષણ કરી મારકૂટ કરવાના બનાવમાં વિરપુર પોલીસે સાવકા પિતા અને કાકાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ વિરપુરથી પરમ દિવસે રાત્રે ૧૮૧ મહિલા અભયમની ટીમને કોલ આવેલ કે પિતા દ્વારા બે બહેનો પર જાતિય શોષણ થતું હોવાનું જણાવતા ૧૮૧ની ટીમના કાઉન્સેલર તૃપ્તિબેન પટેલ અને કોન્સ. હેતલબેન પરમાર તથા પાયલોટ ચીરાગભાઇ સહિત બંને દીકરીઓ ગભરાયેલી હતી. બાદ ૧૮૧ની ટીમે બંને બહેનોનું કાઉન્સેલીંગ કરતા બંને બહેનોએ જણાવ્યું હતું કે, બંને ચાર વર્ષથી વિરપુરમાં રહે છે. તેની માતાના બીજા લગ્ન છે અને પહેલા જે પિતા હતાં તેઓ તેની માતા અને બંને બહેનોને મૂકીને કયાંક જતા રહ્યા હતાં અને પરત આવ્યા નથી ત્યારબાદ માતાએ બીજા લગ્ન કર્યા હતાં અને તેઓ પહેલા સુરત રહેતા હતા. આ સાવકા પિતા થકી માતાને બે સંતાનો છે. અમે ચાર ભાઇ બહેન સહિત એક જ ઘરમાં રહેતા હતાં અને કાકા પણ સાથે રહેતા હતાં તે અપરણિત છે. તેના સાવકા પિતા ૩ વર્ષથી સતત જાતિય શોષણ કરતા હતાં. બંન્ને બહેનો આ કૃત્ય કરવાની ના પાડતી  તો તે મારકૂટ કરતા હતા. બંને બહેનો મુંગા મોઢે સહન કરતી હતી તેના સાવકા પિતા તો આ કૃત્ય કરતા, પરંતુ થોડા મહિના પહેલા તેના કાકાએ પણ આ દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું.જેના લીધે આ બંને દીકરીઓ ૩ મહિનાથી બાપાની જગ્યામાં કામ કરતી હતી. એક બહેને આ બાબત વિશે ૧૮૧ની ટીમને જાણ કરતા ૧૮૧ની ટીમે બંને બહેનોને વિરપુર પોલીસ મથકે લઇ આવ્યા હતાં ત્યાં પોલીસે ફરીયાદ દાખલ કરી હવસખોર સાવકા પિતા સુખદેવ બળદેવ વડગામા (ઉ.વ.૪૩) અને કાકા મુન્નો બળદેવ વડગામા (ઉ.વ.૪૦) (રહે. બંને વિરપુર ભુલેશ્વર ઢોરા પાસે)ની ધરપકડ કરી ધોરાજી સીટી પોલીસઆઇ વી.એચ. જોષીએ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)