Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પડધરીમાં બની રહેલ મોટા કોમર્શીયલ બિલ્ડીંગ સામે નોટીસો ફટકારતા રૂરલ પ્રાંત

બિનખેતીની ખૂલ્લી જાહેર જગ્યામાં બંધાયુ છેઃ પાયા વોંકળામાં નખાયા છે

રાજકોટ તા. ર૦ : પડધરીમાં બસ સ્ટેશન સામે પાણીના વોંકળા ઉપર બનાવાઇ રહેલ એક મોટા કોમર્શીયલ બિલ્ડીંગ સંર્દભે રાજકોટ રૂરલ પ્રાંત પ્રભાવ જોષીએ ૪ લોકોને નોટીસ ફટકારી પમીએ જવાબ રજુ કરવા આદેશ કયો ર્છે.

આ ૪માં  શારદાબેન મહેતા, મનસુખભાઇ મહેતા, કમલેશભાઇ મહેતા અને રતિલાલ મહેતાનો સમાવેશ થાય છે. આ તમામ રાજકોટના આસામી છે.

નોટીસમાં ઉમેરાયું છે કે આ બિલ્ડીંગના પાયા વોંકળામાં આવેલા છે, પાણીના વહેણને અવરોધ છે, બિલ્ડીંગ જાખતી છે, બિલ્ડીંગ માટે સક્ષમ અધિકારી કે.સંબંધીત વિભાગની મંજુરી લેવાઇ નથી, બીનખેતીની ખુલ્લી જાહેર જગ્યામાં બાંધકામ કરાયું છે આથી તા.પ મીએ ખુલાસો કાગળો રજુ કરવા તાકીદ કરાઇ છે, નહી તો કમલ ૧૩૩ (૪) મુજબ બાંધકામ દુર કરાશે તેવી ચેતવણી પણ અપાઇ છે.(૬.૧૭)

(4:33 pm IST)