Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ સુનિલ ભટ્ટનું રાજીનામુ

વઢવાણ, તા. ર૦ : સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસના શહેર પ્રમુખપદેથી નારાજગી વ્યકત કરી અને ચૂંટણી સમયે જ શહેર પ્રમુખ સુનિલભાઇ ભટ્ટે રાજીનામુ આપી દેતા કોંગ્રેસમાં રાજકીય પક્ષમાં ભારે અફડાતફડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

સુનિલભાઇ ભટ્ટે પોતાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલી આપવામાં આવેલ છે. સુનિલભાઇ ભટ્ટે તેમના રાજીનામા પોતાને કોઇ નિમણૂક આપવામાં ન આવેલ હોવાનું હાલમાં જણાવવામાં આવ્યું છે. સુનિલ ભટ્ટના આ રાજીનામા અને અસંતોષ સામે પક્ષે કોઇ જ પ્રકારનો ખુલાસો પણ ન કર્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્નાં છે  ત્યારે શહેર કોંગ્રેસના નવા પ્રમુખ માટે વિચાર વિમર્શ કરી તૂરત જ જાહેરાત પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્નાં છે.

(2:37 pm IST)