Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સુરેન્દ્રનગર-વઢવાણમાં ન્યુમોનિયાએ ર નો ભોગ લીધો

જીબીએસ રોગે ર યુવકોનો ભોગ લીધા બાદ રોગચાળો વકરતા ચિંતા

 વઢવાણ, તા. ર૦ : સુરેન્દ્રનગર શહેરમાં ઘરે ઘરે રોગચાળો વકરવા લાગ્યો છે. ત્યારે હજુ સાહ પહેલા જ જી.બી.એસ.ના રોગમાં કોલેજીયન યુવાન અને એક બાળકનું મોત નિપજયું છે ત્યારે વળી સુરેન્દ્રનગર-વઢવાણમાં ન્યુમોતિયાના રોગમાં અક વઢવાણમાં અને એક સુરેન્દ્રનગરમાં મળી બેના મોત નિપજયાની ઘટના બનવા પામેલ છે.

વઢવાણના ધોળાપોળ વિસ્તારમાં ત્રણ સંતાનના પિતા શરદી-ઉધરસના વાયરસથી તેમને શરદી ઉધરસ થયેલ અને સારવાર અને રિપોર્ટ દરમ્યાનમાં ન્યુમોનિયાના રોગનો શિકાર બન્યા હોવાનું પૂરવાર થવા પામેલ હતું.

ત્યારે વઢવાણના ધોળાપોળ વિસ્તારમાં રહેતા રમેશને સારવાર માટે સુરેન્દ્રનગર લવાયા બાદમાં સારવાર દરમ્યાનમાં રમેશભાઇનું ન્યુમોનિયામાં મોત નિપજેલ હોવાનું ખૂલવા પામેલ હતું.

જયારે બીજા બનાવમાં સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર જનરલ સ્ટોર્સ ચલાવતા નિખિલભાઇ ગાયત્રી સોસાયટીમાં રહે છે. નિખિલભાઇના પત્ની પ્રિતીબેન ઉતરાયણ બાદમાં તાવ શરદીમાં સપડાયા હતાં ત્યારબાદ સુરેન્દ્રનગર દવાખાને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ તબિયત લથડતા તેમને અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.

જયાં વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં ત્યારે પ્રિતીબેન ન્યુમોનિયા હોવાનું ખૂલવા પામેલ હતું. ત્યાર બાદ ન્યુમોનિયાની સારવાર-અમદાવાદ આપવામાં આવી રહી હતી ત્યારે બે દિવસની સારવાર બાદ અમદાવાદ સારવાર દરમિયાનમાં પ્રીતિબેનનું મોત નિપજવાની ઘટના બનવા પામેલ હતી. આમ જી.બી.એસ.ના રોગમાં બેના મોત બાદ ન્યુમોનિયામાં પણ એક મહિલા અને એક પુરૂષનું મોત નિપજતા ભારે અરેરાટી સર્જાવા પામેલ છે. (૮.૧૦)

(2:17 pm IST)