Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

મોરબી જિલ્લામાં ડીઝલના નામે બીલ વિનાના હાનિકારક કેમીકલનું વેચાણ : કલેકટર-એસ.પી.ને રજુઆત

  (પ્રવિણ વ્યાસ દ્વાર) મોરબી, તા. ૧૯ : મોરબી જીલ્લામાં ડીઝલના નમે બીલ વગરનું ડીઝલ, એલ.એલ.પી. એલ.ડી.ઓ બેઝ ઓઈલ જેવા હાનીકારક કેમિકલનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોય જે અટકાવવા માટે આજે મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલીયમ ડીલર્સ એસો દ્વારા જીલ્લા કલેકટર, જીલ્લા એસપી સહિતના વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે

ડીસ્ટ્રીકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોના પ્રમુખ હર્ષદભાઈ કડીવાર અને જનરલ સેક્રેટરી અનિલભાઈ બુદ્ઘદેવની રાહબરી હેઠળ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે હાલ મોરબી જીલ્લામાં ડીઝલના નામે બીલ વગરનું ડીઝલ અને એલ એલ પી બેઝ ઓઈલ જેવા હાનીકારક કેમિકલનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે વાહનોમાં પણ ખુલ્લેઆમ વપરાશ થઇ રહ્યો છે જે ખરેખર સરકારની તિજોરીને તથા પર્યાવરણને સીધી રીતે નુકશાનકારક છે સમગ્ર મોરબી જીલ્લામાં આવા કેમિકલનું ગેરકાયદેસર વેચાણ થતું હોય જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:38 am IST)