Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

ઉપલેટાના હરિયાસણની સીમમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો : જમીન પર મોટીમાત્રામાં લોહી જામી ગયાના નિશાન જોવાયા

મૃતદેહને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયો :પોસ્ટમોર્ટમ બાદ કારણ બહાર આવશે

રાજકોટ: ઉપલેટાના હરિયાસણની સીમમાંથી આજે એક દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ જમીન પર મોટી માત્રામાં લોહી જામી ગયું હોવાના નિશાન પણ મળી આવ્યા હતા

 . ખોડિયાર માતાજીના મંદિર નજીક મૃતદેહ પડ્યો હોવાની જાણ ગામના સરપંચે વનવિભાગને કરી હતી. વનવિભાગની પ્રાથમીક તપાસમાં દિપડાની ઉંમર 8-10 વર્ષ હોવાનું અને બે-ત્રણ દિવસ પહેલા જ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

  વનવિભાગ દ્વારા દિપડાના મૃતદેહને જૂનાગઢ સક્કરબાગ ખાતે આવેલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ દ્રશ્યો નજરે જોનારના કહેવા મુજબ દિપડાનો અકસ્માત કે હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ બનાવ અંગે વનવિભાગના અધિકારીના કહેવા મુજબ દિપડાના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે

(7:48 pm IST)