Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

જસદણ વિધાનસભાઃ ચૂંટણી સ્ટાફ રવાનાઃ કાલે ૮ થી પ મતદાનઃ પોલીસ-અર્ધ લશ્કરી દળોનો જડબેસલાક બંદોબસ્ત

૨૬થી વધુ બુથ અતિ સંવેદનશીલઃ વેબ કાસ્ટીંગઃ BLO પાસે સ્પે. SMS સેવા : ર લાખ ૩૨ હજારથી વધુ મતદારોઃ ર૫૬થી વધુ બુથઃ દિવ્યાંગ-મહિલાઓ માટે અલગ મતદાન મથકો : જસદણમાં ચુંટણીના ડિસ્પેચીંગ સેન્ટર ખાતે કડક બંદોબસ્ત

 જસદણ : કાલે જસદણમાં યોજાનારી પેટા ચૂંટણી માટે જસદણની મોડેલ સ્કુલ ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર ખાતે અર્ધલશ્કરી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે વિધાનસભા વિસ્તારના ૨૬૨ મતદાન મથકોએ મતદાનની કામગીરી માટે જસદણના કમળાપુર રોડ ઉપર શરૂ કરાયેલા રીંસિવિંગ અને ડીસ્પેચીંગ સેન્ટર ખાતેથી મતદાન મથકોએ જવા માટેઙ્ગ સ્ટાફ રવાના થયો હતો એક મતદાન મથક દઉપર એક પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ પોલીગ ઓફિસર, અન્ય પોલીગ ઓફિસર, મહિલા પોલીગ ઓફિસરઙ્ગ તથા પટાવાળા સહિત એક મતદાન મથક દીઠ કુલ પાંચ વ્યકિત નો સ્ટાફ જુદાજુદાઙ્ગ ઝોનલ રૂટ ઉપર મતદાન મથક ઉપર જવા માટે બસ દ્વારા રવાના થયો હતો. (તસ્વીર - અહેવાલ : ધર્મેશ કલ્યાણી, જસદણ)

રાજકોટ તા.૧૯: જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. ચૂંટણી અધિકારી સુત્રોએ આજે સવારે માહિતી આપતા ઉમેર્યું હતું કે આજે સવારે ૧૧ વાગ્યાથી ૧૫૦૦થી વધુનો ચૂંટણી સ્ટાફ ઇવીએમ-વીવીપેટ સાથે સીલબંધ કવર અને ૧૦૦ થી વધુ આઇટમોની કીટ સાથે રવાના કરી દેવાયો છે, અને બુથ સંભાળી લીધા બાદ ૪ વાગ્યા સુધીમાં સબ સલામતનો રિપોર્ટ મેળવી લેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે કાલે સવારે ૮ થી પ મતદાન યોજાશે, ૧૧૦ થી વધુ પોલીસ તથા અર્ધલશ્કરી દળોની ૬ કંપનીઓનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ચૂંટણીમાં ર લાખ ૩૨ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ર૫૬થી વધુ બુથ ઉભા કરાયા છે. જેમાં બે સખી બુથ એટલે કે મહિલા મતદારો માટે સ્પેશ્યલ બે બુથ તથા બે દિવ્યાંગો માટે ખાસ બુથ ઉભા કરાયા છે.

જસદણમાં ૨૬થી વધુ બુથ અતિ સંવેદનશીલ હોય, તમામ સ્થળે વેબકાસ્ટીંગ થશે, ચૂંટણી પંચ લાઇવ કાર્યવાહી જોશે, આ ઉપરાંત તમામ બીએલઓને ખાસ સીમકાર્ડ અપાયા છે, જેનાથી તેઓ પંચને દર કલાકે એસએમએસ દ્વારા માહિતી આપશે. મતદાનના આંકડા દર બે કલાકે અપડેટ થતા રહેશે.

(3:43 pm IST)