Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મોરબીના રવાપર ગામે પિતાની અર્થીને કાંધ આપી દીકરીએ મુખા અગ્નિ આપી

દીકરીએ દીકરાની ફરજ નિભાવી પિતાને અંતિમ વિદાય આપી

 

મોરબીના રવાપર ગામે રહેતા ઠાકરશીભાઈ ડાયાભાઇ કાસુન્દ્રાનું અવસાન થતા તેમના બે પુત્રો સાથે એકની એક દીકરીએ પણ પિતાની અર્થીને કાંધ આપી હતી તેમજ સ્મશાને મુખા અગ્નિ આપીને સમાજને નવી રાહ ચીંધી છે

મોરબીના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રાના કાકા ઠાકરશીભાઈ કાસુન્દ્રાનું ૬૨ વર્ષની ઉમરે અવસાન થયું છે ત્યારે તેમના દીકરા વિનોદભાઈ અને જયસુખભાઈ સાથે દીકરીએ પણ પિતાની અર્થીને કાંધ આપી હતી તેમજ સ્મશાન યાત્રામાં જોડાઈને સ્મશાન પહોંચીને પિતાની ચિતાને મુખા અગ્નિ પણ આપી હતી અને સમાજમાં જે દીકરા દીકરી વચ્ચે ભેદભાવ કરે છે તે લોકોને સંદેશ આપીને દીકરી પણ દીકરાની ફરજો નિભાવી સકે છે તેવો સંદેશ આપી સમાજને નવી રાહ ચીંધી છે

(1:20 am IST)
  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST

  • વાતાવરણ બદલતાં એગ્રીકોમોડિટી વાયદા બજારોમાં સાર્વત્રિક તેજી : ઉત્ત્।ર ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ધાણા વાયદા બે થી અઢી ટકા ઉછળ્યા, કપાસિયાખોળ વાયદા સવાથી દોઢ ટકા ઉછળ્યા, એરંડા, ચણા, ગવાર-ગમ, જીરૂ, રાયડા,સોયાબીન-તેલ વાયદા પણ સવા થી પોણા ટકા સુધી ઉછળ્યા access_time 6:08 pm IST

  • રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે ૯૬૧ બેઠકો જીતી પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપ બીજા નંબરે ૭૩૭ વોર્ડોમાં જીતી છે .ચૂંટણી પંચે મોડી સાંજે જાહેર કર્યું છે. access_time 6:45 pm IST