Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

હળવદના ચંદ્રગઢ ગામે સાડીનો છેડો થ્રેશર મશીનમાં આવી જતા શ્રમિક મહિલાનું મોત

વાડીમાં રહીને મજુરી કરતા અંબીબેન ઉત્તમભાઈ રાઠવાનું મોત

 

મૂળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલ હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં વાડીમાં રહીને મજુરી કરતા અંબીબેન ઉત્તમભાઈ રાઠવા (..૪૫) નામની મહિલા વાડીએ કામ કરતા હોય ત્યારે થ્રેશરમાં મગફળી ગઢવાનું કામ કરતી વેળાએ સાડીનો છેડો થ્રેશરમાં આવી જતા મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છેસાડીનો છેડો 

(1:17 am IST)
  • સરકારી બેંકોના કર્મચારીઓને હવે પગાર વધારા ઉપરાંત" પરફોર્મન્સ લિંક્ડ પે (PLI) " મળશે : 11 માં બાઈપાર્ટ સેટલમેન્ટમાં PLI નો સમાવેશ કરવા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સની સૈધાન્તિક સંમતિ : ઇન્ડિયન બેન્ક એશોશિએશને 12 ટકા પગાર વધારો સૂચવ્યો : કર્મચારીઓ 15 ટકા માટે મક્કમ access_time 11:31 am IST

  • વધુ પડતી કિંમતને લીધે આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રિક બસો મુકવાનું માંડી વાળ્યું access_time 10:01 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST