Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સુરેન્દ્રનગરના અજયસિંહનું અપહરણ કરી પાંચ લાખ માંગ્યા!

ચાર શખ્સો કારમાં ઉપાડી ગયાઃ પોલીસે નાકાબંધી કરતા સાયલા હાઇવે સર્કલ પાસે બેભાન હાલતમાં મૂકી નાસી ગયા

વઢવાણ, તા.૧૯: સુરેન્દ્રનગર શહેરના સી જે હોસ્પિટલ માં જલારામ મેડિકલ સ્ટોર્સ ચલાવતા અજયસિંહ નામના યુવાનનું દુધરેજ પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિર પાસેથી ગઈકાલે સાંજના સમયે ચાર શખ્સોએ અપહરણ કરીને રૂપિયા પાંચ લાખની ખંડણી માગતા શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બગડીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ડીવાયએસપી વાણંદ  તેમજ એલસીબી પી.આઈ ઢોલ તેમજ સિટી પી.આઈ એચ.આઇ ગોરી તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતના નાકાબંધી કરી પુરા પાંચ કલાક સુધી હાઈવે ઉપર છતાં અપહરણ કરાયેલા યુવાનને અપહરણકારો સાયલા નેશનલ હાઇવે ઉપર કારમાંથી નીચે ઉતારીને બેભાન અવસ્થામાં છોડીને નાસી છૂટયા હતા ત્યારે આ યુવાને હાલમાં સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

મિત્ર મંડળ સોસાયટીમાં રહેતા નિવૃત પી.એસ.આઇ દોલુભા ડોડીયાના પુત્ર અજયસિંહ દૂધરેજ રોડ ઉપર પસાર થતા હતા તેવા સમયે અજયસિંહ ફિલ્મી ઢબે અપહરણ કરીને ચાર શકશો નાસી છૂટયા હતા ત્યારે આ પ્રકારના પિતાએ આ અંગે અપરણ ની જાણકારી આપીને સુનિલ ઉર્ફે સોનુ રબારી સામે શંકા વ્યકત કરેલ હતી ત્યારે આવરણ થયા બાદ અજય સિંહ નો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો ત્યારે આમ છતાં પણ અજય સિંહ ના મોબાઈલ ના લોકેશન ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક અને એમની ટીમ ના લોકેશનના આધારે સાયલા હાઈવે ઉપર પહોંચે એ પહેલાં આ આદેશને હાઈવે ઉપર રાત્રિના ૯:૩૦ કલાકે સાયલા હાઇવે સર્કલ પાસેથી અજયસિંહ ગંભીર હાલતમાં મળ્યા હતા. ચાર શખ્સોએ રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી પ્રશંસનીય હોવાનું દોલુભા ડોડિયાએ વ્યકત કર્યું હતું ત્યારે હાલમાં અજય સિંહ અંગે સીસીટીવી ફૂટેજના આધારે આ દ્યટનાને ઝીણવટભરી રીતે તપાસશરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આપણને દ્યટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા અને આરોપીઓ વિશે ચર્ચાનો દોર ચારેકોર ચાલ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં ખંડણીખોર વ્યાજખોરો નો ભારે ત્રાસ હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ તંત્ર આરોપીઓને સારી રીતે સબક શીખવાડે તેવી પણ લોકોમાંથી માંગ ઉઠી છે.

(3:38 pm IST)