Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

બગસરા પંથકમાં સિંહનો આતંક કાગદડી ગામે ખેતરમાં ધુસીને બળદનું મારણ:લોકોમાં ફફડાટ

હરિભાઈ સરવૈયાના ખેતરમાં બનાવ બન્યો

અમરેલીના બગસરામાં સિંહનો આતંક જોવા મળ્યો છે.બગસરાના કાગદડી ગામે સિંહ આટાફેરા મારી રહ્યો છે.અને કાગદડી ગામે સિંહે એક બળદને મોતને ઘાટ ઉતારી દીધો છે.આ બનાવથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે

 મળતી વિગત મુજબ બગસરા રોડ પર આવેલા હરિભાઈ સરવૈયાના ખેતરમાં આ બનાવ બન્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે ખેતીની સીઝનમાં સિંહોના આટાફેરાને કારણે ખેડૂતોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

(1:28 pm IST)