Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મોરબી એ ડિવીઝને પોલીસે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લીધા

યશ અને વસંત વાઘેલા બાઇક ચોરી કરી ફેરવતા'તા

મોરબી, તા.૧૯: મોરબીના ખાખરેચી દરવાજા નજીકથી પસાર થતા બે શખ્સોને ચોરાઉ મોટર સાઈકલ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ગત તા.૫-૧૦-૨૦૧૯ના રોજ સંકલ્પ પાર્ટી પ્લોટની બહારથી સ્પ્લેન્ડર જીજે ૩૬ એન ૦૦૯૯ મોટર સાઈકલની ચોરી થયેલ હોય જેની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ હતી જે મામલે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. વી.કે. ગોંડલીયા, ચકુભાઈ કળોતરા અને જયપાલસિંહને બે ઇસમો ચોરી કરેલ સ્પ્લેન્ડર મોટર સાઈકલને દોરીને ખાખરેચી દરવાજા પાસેથી ચાલતા આવતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતા બે ઇસમો શંકાસ્પદ લગતા તેને રોકી પૂછપરછ કરતા આરોપી યશભાઈ ગીરીશભાઈ વાધેલા રહે-વાવડી રોડ ગાયત્રીનગર શેરી-૧ અને આરોપી વસંતભાઈ જેરાજભાઇ વાધેલા રહે-નવલખી રોડ વાળાઓ હોવાની જણાવ્યું હતું અને મોટર સાઈકલ અંગે પૂછપરછ કરતા બાદમાં મોટર સાઈકલ ઈ-ગુજકોપમાં સર્ચ કરતા મોટર સાઈકલ ચોરીનું જણાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી મોટર સાઈકલ કીમત રૂ.૪૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા, મણીલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શકિતસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કળોતરા, જયપાલસિંહ લાવડીયા, રણજીતસિંહ ગઢવી, રવિરાજસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, ભાવેશભાઈ મિયાત્રા અને ભરતભાઈ ખાંભરાએ કરેલ છે.

(1:12 pm IST)