Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ખેડૂતોની આંખોમાં છે પાણી, વિમા કંપનીઓને થાય લ્હાણી : ધોરાજીમાં ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર : વળતરની માંગણી

ધારાસભ્ય લલિત વસોયા બિમારીનાં કારણે ગેરહાજર : ભાજપ દ્વારા કોંગ્રેસ સામે આક્ષેપો

ધોરાજી, તા. ૧૯ :  સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકશાન સામે ખેડૂતોની રેલી અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ સવારે ૧૦ કલાકે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં રેલી નિકળી

ખેડૂતોને સહાયની રકમ સહિત વિવિધ મુદ્દે સરકારશ્રી સમક્ષ ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે ધોરાજીના ધારાસભ્ય વસોયાની ઓફિસ ખાતેથી પ્રાંત કચેરી સુધી પાલભાઈ આંબલિયા અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનોઙ્ગ ઙ્ગસાથે રેલી સ્વરૂપે સવારે ૧૦ કલાકે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા રેલી યોજી હતી.

ભાજપના તાલુકા મહામંત્રી રાજુભાઈ ડાંગરએ કોંગ્રેસ રેલીને નવું નાટક ગણાવ્યું

ધોરાજી તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગરે કોંગ્રેસની રેલી નો પ્રતિભાવ આપતા જણાવેલ કે કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરે છે. ખેડૂતોના નામે મતોનું રાજકારણ ખેલી નાટકબાજી કરે છે. તાજેતરમાં ધોરાજી તાલુકાના વિવિધ ગામોના તમામ રાજકીય સામાજિક અને ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની લાગણી અને માગણી વ્યકત કરી હતી.

ખેડૂતોના હિત માટે યોગ્ય નિર્ણય લેવા આજરોજ કૃષિમંત્રી ની ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોની માગણી સંદર્ભે સરકાર કુણું વલણ દાખવે તેવી પૂર્ણ સંભાવના જણાતા કોંગ્રેસ લીંબડ જશ ખાટવા હવાતિયાં મારે છે.

આમ ધોરાજીમાં ખેડૂતોના મુદ્દે વિવિધ રાજકીય પક્ષો દ્વારા રાજકારણ ગરમાયુ છે.   કોંગ્રેસ દ્વારા ધોરાજીમાં પાકવીમાના પ્રશ્ને વિશાળ રેલી નીકળી જય જવાન જય કિસાન ''ખેડૂતોની આંખોમાં છે પાણી, વિમા કંપનીઓને થાય લ્હાણી'' જેવા નારા સાથે પાક વીમો આપો ખેડૂતોને વળતર આપવાની માગણી સાથે રેલી નીકળી હતી. ધારાસભ્ય લલિત વસોયા બીમારીને કારણે ગેરહાજર રહ્યા હતા.

(1:09 pm IST)