Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ચોટીલા પંથકમાં ર૦૦ વર્ષ બાદ સિંહનુ આગમન

બે સિંહનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ સાવચેત રહેવા વનવિભાગની અપીલ

ચોટીલા તા.૧૯ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પંથકમાં સિંહનું આગમન થતા વન વિભાગ દ્વારા સાવચેત રહેવા લોકોને અપીલ કરાઇ છે.

સોશ્યલ મિડીયામાં ર સિંહનો વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ વાતને વનવિભાગે સમર્થન આપ્યું હતું.

આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળતા સુરેન્દ્રનગર વનવિભાગના કર્મચારીઓ ચોટીલા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાં તાત્કાલીક પહોંચી ગયા હતા અને ત્યાર બાદ વનવિભાગ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં સિંહ આવેલ હોવાની વાતને સત્તાવાર રીતે સમર્થન આપેલ છે. આ ઘટનાથી સુરેન્દ્રનગરના વન કર્મચારીમાં આનંદની લાગણી પ્રસરાઇ હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને વનવિભાગ સુરેન્દ્રનગર ગ્રામજનો પાસે સંયમની અપેક્ષા રાખી છ.ે

છેલ્લા રપ વર્ષથી વધુ સમયથી સિંહો માનવ વસવાટ આસપાસના જંગલ જેવા વિસ્તારોમાં શાંતિપૂર્વક વસવાટ કરી રહ્યા છે.અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સિંહો ખેડુતો સાથે સહ-અસ્તિત્વથી વસવાટ કરી રહ્યા છ.ે જાુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓમાં સિંહોના વસવાટને ખેડુતોએ આવકારેલ છે કેમ કે સિંહોથી ખેડુતોને ખુબજ મોટો ફાયદો છ.ે

સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં, નીલગાય અને ભુંડની સંખ્યા કાબુમાં રહે છ.ેકેમ કે ગીર અભયારણની બહાર ખેડુતો સાથે વસવાટ કરતા સિંહોનો મુખ્ય ખોરાક નીલગાય અને ભુંડ છે જયારે ખેતરોની આસપાસ સિંહ હોય છે. ત્યારે નીલગામ અને ભુંડથી પાક બચાવવા ખેડુતોએ રાત્રીના ઉજાગરા કરવા પડતા નથી અને કિમતી સમય વેડફાતો બચી જાય છ.ે

કયારેક અમુક કિસ્સાઓમાં સિંહો દ્વારા માલિકીના માલઢોરનું મારણ થતું હોય છે. પરંતુ આવા કિસ્સાઓમાં સરકાર દ્વારા પુરતું વળતર આપવામાં આવે છ.ે જેજે વિસ્તારોમાં સિંહો કાયમી વસવાટ કરતા હોય છ.ે ત્યાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો પણ લાભ આપવામાં આવતો હોય છ.ે સિંહ અતિશય શકિતશાળી પ્રાણી હોવા છતાં માણસો સાથે સંપૂર્ણ મર્યાદાથી વર્તેછે. ગીરની બહાર વસતા સિંહો કયારેક -કયારેક ખેડુતોના ખેતરોમાં આશરો લેતા હોય છ.ે ત્યારે જો તેને છંછેડવામાં ના આવે તો કોઇ જ જોખમ નથી ગીરમાંઘણી વખત આંબાના બાગમાં કે લીંબુડીના બાગમાં સિંહો દિવસે આરામ કરતા હોય છે. અને ખેડુતો કોઇ જ ભય વગર પોતાનું કામ કરતા હોય છ.ે

ખેતરમાં અથવા ગામની સીમમાં સિંહ સાથે અચાનક ભેટો થઇ જાય તો સિંહ હુમલો કરતો નથી. તે હંમેશા માણસથી દુર રહેવાનો પ્રયત્ન કરે છ.ે

ખેતરમાં કે ગામની સીમમાં એકલા રમતા નાના બાળકો માટે સિંહ કોઇ જ ખતરો નથી. તે પુરી મર્યાદામાં રહે છે.

છંછેડાએલા સિંહો ઘણી વખત હુમલો કરી શકે. આ કારણથી જ ગીરની આસપાસ રહેતા ખેડુતો સિંહ ખેતરમાં હોવાની માહિતી અન્ય ગ્રામજનોને નથી આપતા હોતા કેમ કે ખેડુતોએ આપેલી માહિતીથી બીજા લોકો સિંહ જોવા જાય અને સિંહને છંછેડે તો બીજા દિવસે છંછેડાએલા સિંહ ખેડુત પર હુમલો કરી શકે.

રાત્રીના સિંહ મારણ ખાતા હોય ત્યારે તેના પર લાઇટ કરીને અથવા ગાડી લઇને નજીક જવું નહી.

સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામં આવે છે કે જો સિંહ જોવા મળે તો શ્રી એન.પી.રોજાસરા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર/ ચોટીલા રેંજ) ૯૪ર૯૯ ૦પપરપ, શ્રી એન.એસ.પરમાર (રાઉન્ડ ફોરેસ્ટર ડાક વડલા/ ચોટીલા રેંજ) ૯૮૭૯પ ૭૪૪૭૮ ઉપર સંપર્ક કરવા (એચ.વી.મકવાણા) નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યું છે.

(1:08 pm IST)