Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સાવરકુંડલા પાલિકા દ્વારા વોર્ડ નં. ૭-૮ માં સફાઇ ઝૂંબેશ

સાવરકુંડલા તા. ૧૯ :.. કોંગ્રેસ શાસીત સાવરકુંડલા નગરપાલિકા દવારા કોઇપણ જાતનો પક્ષપાત રાખ્યા વિના વોર્ડ નં. ૭ ના વિસ્તાર રેલ્વેના પાટા પાસે આવેલ નિશાળ પાસે ગંદકીના ગંજ દુર કરી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ વોર્ડ નં. ૮ ના મોમાઇમાં ના મંદિર પાસે અને મોમાઇ માં ના મંદિર વાળા રોડ તેમજ વોર્ડ નં. ૭ અને આઠના વિસ્તારોમાં સફાઇની કામગીરી કરવામાં આવેલ હતી. આ સફાઇ કામગીરીમાં નગરપતિ વિપુલભાઇ ઉનાના શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક કિરીટભાઇ દવે નગર સેવક બિજલભાઇ ભરવાડ વિગેરે નગર સેવક અને કર્મચારીઓ હાજર રહી સફાઇની કામગીરી સુંદર રીતે કરવામાં આવેલ હતી.  આ  સફાઇની કામગીરીથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

(1:07 pm IST)