Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જેતપુરના વતની એનઆરઆઇ પટેલ યુવકને વિશ્વાસમાં લઇને રોકાણ કરવાના બહાને ૧.૭૧ કરોડની છેતરપીંડી

જેતપુર તા. ૧૯ : શહેરના બાવાવાલાપરા વિસ્તારના રહેવાસી સોહિલભાઇ પ્રવિણભાઇ ચોવટીયા કે જે હાલ અમદાવાદ મોમનગર અમદાવાદ એનઆરઆઇ સાઉથ અમેરિકા વાળાએ શહેરની એચડીએફસી કણકીયા પ્લોટની બ્રંચમાં ર૦૦૯માં તેના પત્ની મનીષાબેનના નામનું એકાઉન્ટ ખોલાવેલ જેમાં વખતોવખત રૂપિયા જમા અમેરિકાથી ચેકથી કરાવેલ તેઓ તા.ર૧-ર-૧૮ અમેરિકાથી ઇન્ડીયા આવેલ ત્યારે બેંકનું સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળેલ કે તેમાં જમા કરાવેલ રકમ ટ્રાન્સફર થઇ ગયેલ છે.

તપાસ કરતા આ રકમ તેઓ જયારે  તેમના સસરા જુનાગઢ રહે ત્યાં ગયેલ ત્યારે જુનાગઢ આઇ.સી.આઇસી.આઇ. બેંકના આસીસ્ટન્ટ મેનેજર પરેશ મોહનભાઇ મેનપરા (રહે. ઝાંઝરડા રોડ, તીર્થ એપાર્ટમેન્ટ) સાથે મુલાકાત થયેલ છે. ત્યારે આ પરેશ મેનપરાએ જેતપુર એચ.ડી. એફ.સી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જણાવતા સોહિલભાઇએ તેના પત્ની મનીષાબેનનું ખોલેલ અને તેણે બીરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાનું કહેતા ૬,પ૦,૦૦૦ ટ્રાન્સફર કરેલ બાદ તા.૧૧-૧-૧૧ના રોજ ૩પ,૦૦,૦૦૦ ઓનલાઇન ટ્રેડીંગ કરી ર૧-૭-૧૧ના ૩પ લાખ ૩૬ લાખ તથા પાંચ લાખનું રોકાણ કરવાનું કહેલ જે મુજબ  મેર ટ્રાન્સફર કરી આપેલ પરંતુ આ પરેશ મેનપરાએ મારી સાથે છેતરપીંડી કરી તે ઇન્વેસ્ટ કરેલ તમામ રકમની પ્રિમેચ્યુરીટી કરાવી મારા પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી ઓનલાઇન બેકિંગથી બે એકાઉન્ટરમાં ટ્રાન્સફર કરાવી લીધેલ. આમ કુલ મળી રૂ.૧.૭૧ કરોડની છેતરપીંડી કરેલ અને વખતો વખત બીરલા સનલાઇફની ખોટી પહોંચો બતાવેલ આમ સોહિલભાઇ સાથે છેતરપીંડી કરતા.

શહેર પોલીસ સોહિલભાઇની ફરીયાદ પરથી પરેશ મેનપરા વિરૂધ્ધ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)