Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ડિમોલેશનઃ નાની ઓરડી તોડી પાડતા રજૂઆત

વાંકાનેર તા.૧૯: જીનપરા વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા કોઇ શખ્સોએ ભાટીયા ચેમ્બરની એક ઓફિસમાં તોડફોડ કરી હતી. જેની અરજી પોલીસમાં થઇ હતી. જે અરજીના અનુસંધાને મોરબી જીલ્લા પોલીસવડા તથા પીઆઇ-વાંકાનેર પાસે ધારાસભ્ય પીરઝાદાએ રજુઆત કરેલ, કે મચ્છુ નદીના કાંઠે આરોપીઓ અવાર નવાર નાર્કોટીંગ એટલે કે ગાંજા-ચરસ પીવા માટે ઘાંચી સલીમ દાઉદ વડગામાની ઓરડીએ ભેગા થતા હોય છે. તે બાબતે પોલીસે તપાસ કરી ઓરડીમાં મરઘા-બકરા તથા કબૂતરો અને ધાર્મિક દરગાહોના ફોટાઓ હોઇ, ત્યાં ગત મોડી રાત્રે જેસીબી સાથે પીઆઇ રાઠોડ અને પોલીસ કાફલા સાથે સલીમની ઓરડીનુ ડીમોલેશન દ્વારા તોડી પાડવામાં આવેલ હતી. બાજુમાં રહેતા એક મુંગા ફકીરની પણ નાની એવી ઓરડીને પણ ધ્વંશ કરી દેતા આ બાબતની જાણ ન.પા.ના કાઉન્સીલર ઝાકીરભાઇ, તથા મહંમદભાઇ રાઠોડ, ગફારભાઇ મેમણ તેમજ તેમના મિત્રો ઘટના સ્થળે દોડી જઇ પીઆઇ રાઠોડને રૂબરૂ મળી આ ડીમોલેશનનું કારણ પુછતા તેઓેએ જણાવેલ કે, અહીં નાર્કોટીંગના ગાંજા ચરસ પીવા વાળા ભેગા થતા હોઇ, આ કાર્યવાહી કરેલ છે ત્યારે કોની મંજુરીથી આ ડીમોલેશન કાર્યવાહી કરાયેલ છે તેની કોઇ મંજુરીની અમારે જરૂર નથી તેવુ પણ પીઆઇ રાઠોડે જણાવેલ.

ઉપરોકત આગેવાનોએ ગરીબ માણસોના મકાનોને ન તોડવા પણ પોલીસ તંત્રએ પોતાની પાસે આવેલ રજુઆતના કારણે આ કામગીરી કરેલ તેવું જણાવેલ હતું.

(12:01 pm IST)