Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સાંસ્કૃતિક નગરી પુષ્કર (રાજસ્થાન)માં

અખિલ ભારતીય શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા ડો.રાજેશ ત્રિવેદી 'શિક્ષા વિદ અતિ વિશિષ્ટ' પુરસ્કારથી સન્માનીત

ઉપલેટા તા.૧૯ : અખિલ ભારતીય શ્રીમાળી બ્રાહ્મણ દ્વારા સમ ભારતભરનું રાષ્ટ્રીય અધિવેશન પવિત્ર આસ્થાનું પ્રતિક અને સાંસ્કૃતિક નગરી પુષ્કર (રાજસ્થાન) ખાતે પૌરાણીક શ્રી મહાલક્ષ્મી મંદિરના પટાંગણમાં યોજાયેલ. ઉકત અધિવેશનમાં સમગ્ર સમાજ માટે સેવાકીય સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉતમ પ્રદાન હોય અને શિક્ષા વિદ અતિ વિશિષ્ટ પુરસ્કારથી સન્માનીત કરાતા હોય છે જે પુરસ્કાર ઉપલેટાના વતની ડો.રાજેશ હર્ષદરાય ત્રિવેદીને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રકુમાર દવે સચિવ વિધ્યુશેખર દવે સંરક્ષક પુરૂષોતમભાઇ શ્રીમાળી દ્વારા એનાયત કરાયેલ.આ સંમેલનમાં પવિત્ર એવા પુષ્કર સાંસ્કૃતિક મેળાની સાથે પવિત્ર પુષ્કર સરોવર કાઠે બિરાજમાન પૌરાણીક શ્રી મહાલક્ષ્મી મંદિર શ્રીમાળી ભવન ખાતે યોજાયેલ જેમાં ભારતભરમાંથી શ્રીમાળી બ્રાહ્મણ પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ એવોર્ડ મેળવનાર ડો.રાજેશ ત્રિવેદી મૂળ ઉપલેટાના વતની છે તેઓ દ્વારા સિધ્ધનાથ ચેરી. ટ્રસ્ટના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા ૧૯ વર્ષથી અનેકવિધ સેવાકીય શૈક્ષણિક સામાજીક પ્રવૃતિઓ કરી રહ્યા છે જેમ કે દિવ્યાંગો માટે વિનામુલ્યે સાધન સહાય, સર્વરોગ નિદાન કેમ્પ, ઉનાળામાં સ્લીપર વિતરણ, ધાર્મિક ઉત્સવોમાં પૌષ્ટીકઆહાર વિતરણ, યુવાનો માટે એઇડસ અંગેના સેમીનાર, નેત્રયજ્ઞો, વૃક્ષ વિતરણ તેમજ વૃક્ષારોપણ, એમ્બ્યુલન્સ સેવા, અબોલ પશુઓની સેવા, અમરનાથ યાત્રીકો માટે માર્ગદર્શન કેમ્પ સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃતિઓથી તેમનુ જીવન ધબકતુ છે. સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ લાયબ્રેરી સાયન્સક્ષેત્રે ડોકટરેટની લાયકાત ધરાવે છે. તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રપ થી પણ વધુ રીસર્ચ પેપર્સ તેઓ દ્વારા પ્રસિધ્ધ થઇ ચુકયા છે.

નેશનલ કક્ષાને ર (બે) કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે અગ્રીમ જવાબદારી નિભાવી સફળતાપુર્વક આયોજન પાર પાડેલ છે. આમ શૈક્ષણિક અને વિધ્યાત્મક આયોજન કરી રહ્યા છે તે બદલ મુલ્યવાન ગૌરવપદ એવોર્ડ ડો.રાજેશ ત્રિવેદીને એનાયત કરેલ છે. સમ ભારતમાં ગુજરાત અને રાજકોટ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને ગૌરવ અપાવેલ છે.

(11:59 am IST)