Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

દામનગરમાં સ્વચ્છતા પ્રશ્ને '૦' ઠેરઠેર ભુગર્ભ ગટરના ગોબરા -ગંધાતા પાણી રેલાય છે !

સરકારના સ્વચ્છતા અભિયાનના ગોકીરા વચ્ચે

દામનગર,તા.૧૯: દામનગર પાલિકા તંત્રએ ભૂગર્ભ ગટરનું અધૂરું કામ છતાં ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સીને કમ્પ્લિશન સર્ટી આપી ભારે સમસ્યા સર્જી છે ઠેર ઠેર રોજ ભૂગર્ભ ગટરો ઉભરાય રહી છે ભારે દુર્ગધ મારતા ગંદા પાણી મુખ્ય રોડ રસ્તા ઓ પર ફરી રહ્યા છે

દામનગર શહેરમાં સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો થયો છે. સ્વચ્છતા અભિયાનની હિમાયત માટે કરોડોના ખર્ચે સ્વચ્છાગ્રહી બનોના સંદેશ અપાય છે તેવા સમયે જ પારાવાર ગંદકી ભારે દુર્ગધ મારતી મુખ્ય બજારોને તથા શહેરને સ્વચ્છ રાખવા ભૂગર્ભ ગટર માટે કરોડોના ખર્ચ પછી પણ મુખ્ય રસ્તાઓ પર દ્યર વપરાશના ગંદા પાણી ભારે દુર્ગધ ખુલ્લા રસ્તાઓ પર ગંદાપાણીનો નિકાલ શહેરની સિપાઈ શેરી લુહાર શેરી જેવી મુખ્ય બજારોમાં કાયમ ભૂગર્ભ ગટરો ઉભરાય રહી છે

સરકાર તરફથી સ્વચ્છતા અભિયાનો માટે કરોડોની ગ્રાન્ટ વ્યવસ્થા તંત્ર યાંત્રિક સાધનો પછી પણ પારાવાર ગંદકી ભારે દુર્ગધ મારતી મુખ્ય બજારો માં ખુલ્લા માં કાદવ કીચડ અને વિસ્ટા મળમૂત્ર થી શહેર ની બજારો માં રોજ ઉભરાતી ભૂગર્ભ ગટરો પાલિકા તંત્રએ અધૂરું કામ હોવા છતાં ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સીને કમ્પ્લિશન સર્ટી આપી દેવાયુ

શહેરીજનો પાસે ભૂગર્ભ ગટર ના નામે હજી પંદર સો ઉદ્યરાવી રહી છે પણ ગટર મેન્ટેન કરાતી નથી તાકીદે નગરપાલિકા તંત્ર ભુગર્ભગટરની અધુરી કામગીરી કોન્ટ્રાકટર પાસ કરાવી શહેરીજનોને ગંધાતા પાણીમાંથી મુકિત અપાવી તેવી લાગણી શહેરીજનોમાં પ્રવતિ રહી છે.

(11:59 am IST)