Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

લાઠી ખાતે મોરારીબાપુની અધ્યક્ષતામાં ડિસેમ્બરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સૌહાદ સબરસ્તા સંમેલન યોજાશે

દામનગર તા. ૧૯:  લાઠી શહેર માં આગામી ડિસેમ્બર માં યોજાનાર સૌહાર્દ સબરસતા સંમેલન માં પૂજ્ય મોરારીબાપુ ની અધ્યક્ષતા માં યોજવા સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાત ના મુસ્લિમ યુવાનો ની ઈચ્છા એ સમસ્ત મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓ નું પ્રતિનિધિ મંડળ પૂજ્ય બાપુ ની અનુમતિ માટે પૂજ્ય મોરારીબાપુ ને મળ્યું

દામનગર ના મુસ્લિમ ઉદ્યોગ રત્ન ઇકબાલભાઈ ડેરૈયા ના નેતૃત્વ માં સૌરાષ્ટ્ર ગુજરાત ના સમસ્ત મુસ્લિમ અગ્રણી ઓ એ સૌહાર્દ સંમેલન પૂજ્ય બાપુ ની અધ્યક્ષતા માં યોજાય તેવી રજુઆત કરતા

પૂજ્ય બાપુ એ અનુમતિ આપી લાઠી શહેર માં આગામી ડિસેમ્બર માં કોમી એકતા અને ભાતૃપ્રેમ નો સંદેશ આપતા સબરસતા સંમેલન માં પ્રસિદ્ધ ઇતિહાસકાર રિજવાન કાદરી સાહેબ મહેબૂબ દેસાઈ સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં યોજાશે આ સંમેલન માં પૂજ્ય મોરારીબાપુ નું અધ્યક્ષસ્થાન મળે તે માટે ઈકબલભાઈ ડેરૈયા કાદરભાઈ ખીરવાણી વરતેજ અલારખભાઈ બીલખિયા ગારીયાધાર ઈરફાન ખીમાણી ગઢડા જીંગાબાપુ અમરેલી સલીમભાઈ મહુવા હયાતખાન બ્લોચ પાલીતાણા દાઉદભાઈ બલિયા જર દિલાવરભાઈ કારેજા લાઠી શબિરભાઈ સેતા લાઠી સાજીદભાઈ રાજાણી મહુવા સહિત લાઠી ના તેજસભાઈ રાણાભાઈ ડેર ભરતભાઈ લાઠી એ સહકાર આપી બાપુ ને સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રતિનિધિ મંડળ થી અવગત કર્યા હતા 

મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ ઉજવાય રહ્યું છે ત્યારે આઝાદી ની ચળવળ માં મુસ્લિમો નું યોગદાન અને રાષ્ટ્રીય ભાવના બધુંત્વ નો સંદેશ આપતા અનેકો વિદ્વાન વિવેચકો ની ઉપસ્થિતિ માં આગામી ડિસેમ્બર માં લાઠી શહેર માં પૂજ્ય મોરારીબાપુ ની અધ્યક્ષતા માં ઉજવાશે સૌહાર્દ સંમેલન યોજશે ગુજરાત સૌરાષ્ટ્ર ભર માં થી સમસ્ત મુસ્લિમ સમાજ નું સબરસ્તા સૌહાર્દ સંમેલન માં પૂજ્ય મોરારીબાપુ ની અધ્યક્ષતા માટે અનુમતિ મળતા ખૂબ ખુશી વ્યકત કરતા અગ્રણી ઓ દ્વારા તૈયારી શરૂ કરાય રહી છે.

(11:56 am IST)