Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પ્લાસ્ટીક રીસાયકલના કારખાનાની મુલાકાત લેતી કેન્દ્રીય ટીમ

ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ. વેલ્ફેર એસો. દ્વારા યોજાયો સેમીનાર

ધોરાજી તા ૧૯ :  ધોરાજી પ્લાસ્ટીક એસોસીએશનની મુલાકાત લેતી કેન્દ્રની ટીમ સમગ્ર દેશમાં પ્લાસ્ટીક વેસ્ટ અંગે પ્લાસ્ટીક રીસાયકલના કારખાનાઓની રૂબરૂ મુલાકાત લીધી. ધોરાજી આજથી જ લાયકાતપુર્વક સમગ્ર વિશ્વને પ્લાસ્ટીક વેસ્ટમાંથી બેસ્ટનો રાહ ધોરાજીએ આપ્યો છે અને પ્લાસ્ટીક વર્ષો સુધી નાશ પામતું નથી અને પ્રદુષણ મુદે કાંઇ કરવા ધોરાજીની મુલાકાત બાદ ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ. વેલ્ફેર એસોસન દ્વારા સેમીનાર યોજાયો, જેમાં કેન્દ્ર કમીટી અને અન્ય ઓર્ગેનાઇઝો દ્વારા એક વિશીષ્ટ પ્લાસ્ટીક રીપ્રોસેસ માટે અને જાત માહીતી માટે કેન્દ્રના IAS કાશીનાથ ઝા, જોઇન્ટ સેક્રેટરી પ્રેટ્રો કેમીકલ્સ તથા તેની ટીમ ધોરાજીની ીમુલાકાતે આવેલ અને એક સેમીનાર યોજેલ જેમાં ભારત સરકારના ,પ્રેટ્રો કેમીકલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી કાશીનાથ ઝા તેની ટીમ સાથે ધોરાજીના પ્લાસ્ટીક રીપ્રોસેસ તથા અન્ય કારખાનાઓની મુલાકાત લીધી હતી અને રૂબરૂ જાણકારી મેળવેલ હતી. આખી દુનિયા જયારે પ્લાસ્ટીક વેસ્ટના નિકાલ માટે સંખ્યાબંધ પ્રયાસો કરે છે, ત્યારે આખા ભારતમાંથી ધોરાજી આવતા હજારો ટન પ્લાસ્ટીકની સપ્લાય અને તેની પ્રોસેસ તથા તેમાંથી બનતા માલસામાન અને સ્વરોજગારી અંગે રૂબરૂ માહીતી મેળવેલ હતી અને આ તકે પ્લાસ્ટીક એસોસીએશનના પ્રમુખ દલસુખભાઇ જાગડીયા તથા અગ્રણીઓએ આ ઉદ્યોગ જે પ્રદુષણ મુકત બનાવા માટે કે વેસ્ટમાંથી બેસ્ટ બને એ માટે શું કરવું જોઇએ તે અંગે રજુઆતમાં સરકાર દ્વારા GST ૦% તેમજ સોલાર પ્લાન્ટમાં સબસીડી અને વિજબીલમાં રાહત અને ધોરાજીને પ્લાસ્ટીક જોન માટે જગ્યાની ફાળવણી માટે રજુઆત કરાય હતી. આ તકે આ સેમીનારમાં ભારત ભરમાંથી હૈદ્રાબાદ, દીલ્હી, મુંબઇ, પુના, બેંગ્લોર, રાજસ્થાન, અમદાવાદ, રાજકોટ સહીતમાંથી પ્લાસ્ટીક રીપ્રોસેસ માટેના ઉદ્યોગકારો અને NGO હાજર રહેલ અને પોતાના મંતવ્ય આપેલ કે, ધોરાજી કેન્દ્રની ટીમએ તમામ અભ્યાસો અને વિઝીટ બાદ સમગ્ર દેશમાં પ્લાસ્ટીક રીપ્રોસેસમાં ધોરાજીને મોડેલ તરીકે સ્વીકારી ભારત ભરમાં રજુ કરવામાં આવે અને સમગ્ર દેશમાં પ્લાસ્ટીકથી તથા પદુષણથી કાયમી નિવારણ આવે અને પ્લાસ્ટીક રીપ્રોસેસના વધુ પ્રોજેકટો બને અને હજારો લોકોને રોજીરોટી મળે એ અંગે પણ ચર્ચાઓ કરાય હતી, અને હવે સમગ્ર દેશમાં ધોરાજીની પેટન વેસ્ટમાંથી બેસ્ટની અમલવારી થાય તેવા સંજોગો હવે દુર નથી. આ કાર્યક્રમમાં પ્લાસ્ટીક વેલફેર એસોસીએશનના દલસુખભાઇ વાગડીયા, ગોૈતમભાઇ વઘાસીયા અને જયસુખભાઇ ડોબરીયા, અંકીતભાઇ રાખોલીયા, કેતનભાઇ વૈશ્વન, વિનુભાઇ ભાયાણી, સંજયભાઇ, બીપીનભાઇ રામોલીયા, કોૈશીકભાઇ રામોલીયા, રાજકોટના પુર્વ ઉદ્યોગપતિ વિમલભાઇ વૈષ્ણવ અને MRAI ના પ્રમુખ સંજય મહેતા, મુર્નાલ સંઘવી, અતુલ કતુંગા, તેમજ મુંબઇ સ્થીપ ધોરાજીના સેવાભાવી ઇસાનભાઇ ગાડાવાલા જેઓ MRAI હોદેદારોએ આ અ઼ગે પોતાના મંતવ્ય આપેલ અને આ મટીરીયલ રીસાયકલીંગ એસોશન ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન પ્લાસ્ટીક ઇન્સ્ટીટયુટના હોદેદારો પણ  હાજર રહી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપેલ અને અધિકારીઓના સન્માન કરેલ, કેન્દ્ર દ્વારા આગામી સમયમાં ધોરાજીને મોડેલ બનાવી સમગ્ર દેશમાં આવનારા સમયમાં પ્રદુષણથી મુકતી મેળવવા પ્લાસ્ટીક રીસાયકલનો અભ્યાસ બાદ સમગ્ર દેશમાં આ અમલવારી કરવાના દિવસો દુર નથી.

(11:53 am IST)
  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૬૦૦ ઉછળી, સોનું રૂ.૧૦૦ વધ્યું : હોંગકોંગમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલાં આંતરિક અસંતોષમાં ચીનની દખલગીરી સામે અમેરિકાએ વાંધો ઉઠાવતાં વિશ્વબજારમાં સોનું-ચાંદી ઉછળ્યા : લોકલ માર્કેટમાં ચાંદીનો ભાવ કિલોનો રૂ.૪૬૦૫૫ અને સોનું ૧૦ ગ્રામનો ભાવ રૂ.૩૯,૪૦૦. access_time 6:08 pm IST

  • છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના દરિયા કાંઠે દરિયો ૮.૫ સેન્ટીમીટર વધ્યો છે. access_time 6:07 pm IST