Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ધોરાજીમાં સફાઇ કામદારને માર મારવા પ્રશ્ને બગસરા સફાઇ કામદારોનો વિરોધ

રેલી સાથે મામલતદારને આવેદનઃ આરોપી સામે કડક પગલાની માંગ

બગસરા તા. ૧૯ :.. બગસરામાં વાલ્મીકી સમાજ દ્વારા ધોરાજીના નગરપાલીકાના સફાઇ કામદાર વાલ્મિકી સમાજની મહિલાને કચરો ઉપાડવાની બાબતમાં માથાકુટ કરી લાકડી વડે માર મારી અને જ્ઞાતી પ્રત્યે હડધુત કરવાના બનાવના ઘેરા પડઘા પડયા બાદ ધોરાજી સમસ્ત વાલ્મીકી સમાજે આરોપીને તાત્કાલીક ઝડપી અને જાહેરમાં માફી માંગવાની માંગણી સાથે બગસરા મામલતદારને બગસરા વાલ્મીકી સમાજ દ્વારા આવેદન પત્ર આપ્યુ હતું.

ધોરાજી મુકામે મહિલા સફાઇ કામદારને  નુરૂ નામની મોબાઇલની દુકાન ચલાવનાર  દુકાનદારે પોતાની દુકાનનો કચરો લેવા કહેતા મહીલા સફાઇ કામદારે દુકાનનો કચરો લેવાની નાં કહેતા દુકાનદાર દ્વારા મહિલા સફાઇ કામદારને જાતિ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી અપમાનિત કરી અને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. અને ઉપરોકત ઘટનાને બગસરા વાલ્મીકી સમાજના સફાઇ કામદારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને સખ્ત વિરોધ કરી બગસરા શહેરના અમરપરાથી વિજય ચોક, નગરપાલીકા હોસ્પીટલ રોડ સહિતના મુખ્ય માર્ગોમાંથી રેલી સ્વરૂપે પસાર થઇ આવેદન પત્ર વાલ્મીકી સમાજના પ્રમુખની આગેવાની હેઠળ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.

(11:50 am IST)