Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

માતાએ ચા જલ્દી બનાવવાનું કહેતાં સાવરકુંડલાની તેજલ ઝેર પી ગઇ

કાઠી યુવતિને સારવાર માટે રાજકોટ સિવલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧૯: સાવરકુંડલાના વિજ્યાનગરમાં રહેતી તેજલ ભીખુભાઇ વાળા (કાઠી) (ઉ.૨૧)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

તેજલ બે બહેન અને એક ભાઇમાં મોટી છે. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ કહ્યું હતું કે ઘરે મહેમાન આવ્યા હોઇ તેના માટે તેજલ ચા બનાવતી હતી. તે વખતે માતાએ જલ્દી ચા બનાવવા અને ગરણી પોતાને આપી જવાનું કહેતાં તેણીને ન ગમતાં ચડભડ થઇ હતી. અને માઠુ લાગીજતાં આ પગલુ ભરીલીધું હતું.

(11:50 am IST)